IPL 2023 GT vs RR: રાશિદ ખાનની 3 વિકેટ, ગુજરાતને મળ્યુ 119 રનનુ લક્ષ્ય
IPL 2023 ની 48મી મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ 17.5 ઓવરમાં 118 રન બનાવી ઓલ આઉટ થયુ હતુ. હવે ગુજરાતને જીતવા માટે 118 રન બનાવવાના રહેશે.
રાજસ્થાનનો ઉભરતો સિતારો યસસ્વિ જયસ્વાલ માત્ર 14 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આ ઉપરાંત કેપ્ટન સંજુ સેમસને 20 બોલમાં 30 રન બનાવ્યા હતા. જે બાદ રાજસ્થાનના બેટ્સમેનો ગુજરાતના બોલરો સામે સ્ટ્રગલ કરતા જોવા મળ્યા હતા.

ગુજરાતના બોલરોએ ખતરનાક બોલિંગ કરી હતી. રાશિદ ખાનને 3 વિકેટ મળી હતી. આ ઉપરાંત નૂર અહેમદને પણ 2 વિકેટ મળી હતી. મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને જોશુઆ લિટલને 1-1-1 વિકેટ મળી હતી.
બંને ટીમો પાસે સ્ટાર ખેલાડીઓની ફોજ છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને ગત સિઝનમાં તેમનું પ્રથમ IPL ટાઇટલ જીત્યું હતું.
IPLમાં અત્યાર સુધીમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 4 મેચ રમાઈ છે જેમાંથી ગુજરાત ટાઇટન્સ 3 મેચ જીતી છે. તે જ સમયે, એક મેચ રાજસ્થાન રોયલ્સના પક્ષમાં ગઈ છે. બંને ટીમોએ એક-એક વખત IPL ટ્રોફી જીતી છે. ગુજરાત ટાઇટન્સે વર્ષ 2022માં અને રાજસ્થાને વર્ષ 2008માં શેન વોર્નની કેપ્ટન્સીમાં IPLનો ખિતાબ જીત્યો હતો.
IPL 2023 માં, ગુજરાત ટાઇટન્સ ટીમે 9 માંથી 6 મેચ જીતી છે અને 12 પોઈન્ટ સાથે, ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સે 9માંથી 5 મેચ જીતી છે અને ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
