IPL 2023 GT vs RR: હાર્દિકની તોફાની બેટિંગ, ગુજરાતની આસાન જીત, હવે પ્લેઓફ દુર નહી
IPL 2023 ની 48મી મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ 17.5 ઓવરમાં 118 રન બનાવી ઓલ આઉટ થયુ હતુ. ગુજરાત ટાઇટન્સે આ લક્ષ્ય 1 વિકેટ ગુમાવીને મેળવી લીધુ હતુ. ગુજરાતે 13.5 ઓવરમાં 119 રન બનાવી મેચ પોતાના નામે કરી હતી.

ગુજરાતના ઓપનર બેટ્સમેન શુભમન ગિલ 35 બોલમાં 36 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ રિદ્ધીમાન સાહા અને કેપ્ટ હાર્દિક પંડ્યાએ અણનમ રહી મેચ પોતાના નામે કરી હતી. રિદ્ધીમાન સાહાએ 34 બોલમાં 41 રન બનાવ્યા હતા. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 15 બોલમાં 39 રનની ઇનિંગ રમી હતી.
રાજસ્થાનનો ઉભરતો સિતારો યસસ્વિ જયસ્વાલ માત્ર 14 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આ ઉપરાંત કેપ્ટન સંજુ સેમસને 20 બોલમાં 30 રન બનાવ્યા હતા. જે બાદ રાજસ્થાનના બેટ્સમેનો ગુજરાતના બોલરો સામે સ્ટ્રગલ કરતા જોવા મળ્યા હતા.
ગુજરાતના બોલરોએ ખતરનાક બોલિંગ કરી હતી. રાશિદ ખાનને 3 વિકેટ મળી હતી. આ ઉપરાંત નૂર અહેમદને પણ 2 વિકેટ મળી હતી. મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને જોશુઆ લિટલને 1-1-1 વિકેટ મળી હતી.
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને ગત સિઝનમાં તેમનું પ્રથમ IPL ટાઇટલ જીત્યું હતું.












Click it and Unblock the Notifications
