IPL 2023 KKR vs RR: યશસ્વી જયસ્વાલ નામના તોફાનમાં કોલકાતા ઉડ્યુ, રાજસ્થાનની 9 વિકેટે જીત

કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલ 2023ની 56મી મેચ ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાને માત્ર 13.1 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી દીધુ હતુ. યશસ્વી જયસ્વાલ નામના તોફાનમાં કોલકાતા ટકી શક્યુ ન હતુ.

IPL 2023

જોસ બટલરના રન આઉટ થયા બાદ યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સંજુ સેમસનનુ બેટ બોલ્યુ હતુ. જયસ્વાલે આઇપીએલના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જયસ્વાલે 47 બોલમાં 98 રન બનાવી અણનમ રહ્યો હતો. જયસ્વાલે પોતાની ઇનિંગમાં 5 સિક્સ અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા.

કેપ્ટન સંજુ સેમસને પણ તોફાની બેટિંગ કરી હતી. સેમસને 29 બોલમાં 5 સિક્સ અને 2 ચોગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા.

કોલકાતાના બેટ્સમેન ચાલ્યા ન હતા. કોલકાતાના માત્ર 2 જ ખેલાડીઓ 20 રનનો આંકડો પાર કરી શક્યા હતા. વેંકટેશ ઐયરે 42 બોલમાં 57 રન તથા કેપ્ટન નીતિશ રાણાએ 17 બોલમાં 22 રન બનાવ્યા હતા.

રાજસ્થાન રોયલ્સના બોલરોએ કમાલ કરી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 25 રન આપી 5 વિકેટ ઝડપી હતી. આ સાથે ચહલે પર્પલ કેપની રેસમાં ટોપ પર પહોંચી ગયો હતો. આ ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટને 2 વિકેટ મળી હતી. સંદીપ શર્મા અને કેએમ આસિફને 1-1 વિકેટ મળી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન - રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), જેસન રોય, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન - યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), જો રૂટ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, કેએમ આસિફ, સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X