IPL 2023 PBKS vs RR Prediction: આ 4 ખેલાડી બોલરોની કરશે ધોલાઇ, ચોગ્ગા-છગ્ગાનો થશે વરસાદ

IPLમાં બુધવારે સાંજે ગુવાહાટીના બરસાપાડા સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાવાની છે. બંને ટીમો પ્રથમ મેચ જીત્યા બાદ બીજી મેચ જીતવા પર નજર રાખી રહી છે.

IPL 2023

રોયલ્સે પોતાની પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને હરાવ્યું હતું. બીજી તરફ પંજાબ કિંગ્સે કેકેઆરને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. આ લેખમાં રાજસ્થાન અને પંજાબની ટીમના ચાર એવા બેટ્સમેનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેઓ વધુમાં વધુ રન બનાવશે.

જોશ બટલર

બંને ટીમોમાં જો કોઈ ખતરનાક બેટ્સમેનનું નામ છે, તો તે છે જોસ બટલર. જોસ બટલરે ગત મેચમાં હૈદરાબાદ સામે ફિફ્ટી ફટકારી હતી. તે 22 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. આવી સ્થિતિમાં તે આ મેચમાં સૌથી ઝડપી રન ફટકારી શકે છે.

યશસ્વી જયસ્વાલ

જયસ્વાલ પણ બટલરને ટેકો આપવા તૈયાર છે. બંનેએ છેલ્લી મેચમાં સદીની ભાગીદારી નોંધાવી હતી. આ વખતે પણ કંઈક આવું જ જોવા મળશે. યશસ્વી જયસ્વાલ આ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની શકે છે. તેની પાસે સંપૂર્ણ ક્ષમતા છે.

સંજુ સેમશન

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને હૈદરાબાદ સામેની મેચમાં 55 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ વખતે પણ તેના બેટમાંથી ડેશિંગ શોટની અપેક્ષા રાખવી જોઈએ. સેમસન સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં તેના બેટમાંથી મહત્તમ રન આવી શકે છે.

શિખર ધવન

પંજાબ કિંગ્સનો કેપ્ટન શિખર ધવન ઘણો અનુભવી ખેલાડી છે. પોતાના અનુભવનો પૂરો ફાયદો ઉઠાવીને તે રાજસ્થાન સામે ટોપ સ્કોરર બની શકે છે. આઈપીએલમાં તેનો રેકોર્ડ પણ ઘણો સારો રહ્યો છે. તે KKR સામે ધીમો રમ્યો હતો પરંતુ અહીં તે ઝડપી બેટિંગ કરીને ટોચનો બેટ્સમેન બની શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X