IPL 2023: રિંકુ સિંહે ઉધારના બેટથી માર્યા હતા 5 સિક્સ, નીતિશ રાણાએ કર્યો ખુલાસો
રિંકુ સિંહ નામના તોફાને આઈપીએલમાં તબાહી મચાવી દીધી હતી. ગુજરાત ટાઇટન્સ સામે રમતા રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં પાંચ સિક્સર ફટકારીને KKRને જીત અપાવી હતી. રિંકુએ યશ દયાલની ઓવરના છેલ્લા પાંચ બોલમાં સતત સિક્સર ફટકારી હતી. આ પછી રિંકુ સિંહનો દબદબો છે. સોશિયલ મીડિયાથી લઈને દરેક પ્લેટફોર્મ પર તેનું નામ છે.

આ દરમિયાન એક રસપ્રદ કિસ્સો પણ સામે આવ્યો છે. KKRના કેપ્ટન નીતિશ રાણાએ કહ્યું છે કે રિંકુએ પોતાના બેટથી આ રન બનાવ્યા નથી.
KKRએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં નીતિશ રાણા કહી રહ્યા છે કે રિંકુ સિંહે તેની પાસે આ બેટ માંગ્યું હતું કારણ કે હું બીજા બેટથી રમી રહ્યો હતો. તેણે કહ્યું કે મેં તેની સાથે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની આખી સિઝન રમી છે. આ સિવાય IPLની ગત સિઝનમાં 4-5 મેચ અને આ સિઝનની શરૂઆતમાં બંને મેચ રમી હતી.
રાણાએ કહ્યું કે આજે મેં મારું બેટ બદલ્યું હતું અને રિંકુએ મને તેમ કરવાનું કહ્યું હતું. હું શરૂઆતમાં બેટ આપવા માંગતો ન હતો પરંતુ કોઈ તેને ઉપાડીને લઈ આવ્યું. મને લાગ્યું કે રિંકુ લઈ લેશે કારણ કે આ બેટનું પીકઅપ સારું છે. આ બેટ મારા વજન પ્રમાણે હલકું છે, હવે આ બેટ રિંકુનું છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ગુજરાતે KKRને જીતવા માટે 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તે મુશ્કેલ કાર્ય હતું. છેલ્લી ઓવરમાં કેકેઆરને જીતવા માટે 29 રનની જરૂર હતી. ઉમેશ યાદવ સિંગલ લે છે અને રિંકુ સિંહને સ્ટ્રાઇક આપે છે. આ પછી તોફાન થયું. રિંકુ સિંહે યશ દયાલની ઓવરના આગામી પાંચ બોલમાં સિક્સ મારીને તેમને બાઉન્ડ્રી લાઇનની બહાર મોકલી દીધા હતા. આ રીતે રિંકુ સિંહે મુશ્કેલ કાર્ય પૂર્ણ કર્યું અને KKRને આ સિઝનની બીજી જીત અપાવી. ગુજરાતનો આ સિઝનની પ્રથમ હાર થઇ.
-
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
