IPL 2023: જસપ્રીત બુમરાહની જગ્યા કોણ લેશે? આ દિગ્ગજે આપ્યુ નિવેદન

મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે આઈપીએલની આ સિઝનમાં ભાગ લઈ શકશે નહીં. આવી સ્થિતિમાં તેમનું સ્થાન કોણ લેશે તેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

Jasprit bumrah

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ લાંબા સમયથી ઈજાના કારણે ભારતીય ટીમની બહાર ચાલી રહ્યો છે. જસપ્રીત બુમરાહ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. આથી તે આ સિઝનમાં પણ મુંબઈ માટે IPL મેચો રમી શકશે નહીં. બુમરાહ લગભગ 6 મહિનાથી મેદાનની બહાર છે. બુમરાહની ન્યુઝીલેન્ડમાં સફળ સર્જરી થઈ છે, જે બાદ હવે તેના સાજા થવામાં સમય લાગશે. આવી સ્થિતિમાં મુંબઈની ટીમ બુમરાહને મિસ કરી શકે છે.

મુંબઈને જસપ્રીત બુમરાહની ખોટ સાલશે

મુંબઈને જસપ્રીત બુમરાહની ખોટ સાલશે

જસપ્રીત બુમરાહને લઈને ક્રિકેટ દિગ્ગજો સતત પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. જસપ્રીત બુમરાહ પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો અન્ય એક ફાસ્ટ બોલર ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસન પણ આ સિઝનમાં IPLમાંથી બહાર રહેવા જઈ રહ્યો છે. જસપ્રીત બુમરાહ અને ઝે રિચર્ડસન વિના મુંબઈની બોલિંગ નબળી લાગી રહી છે. પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતી વખતે આકાશ ચોપડાએ બુમરાહ વિશે કેટલીક વાતોનો પણ ઉલ્લેખ કર્યો છે.

આકાશ ચોપરાએ આ વાત કહી

આકાશ ચોપરાએ આ વાત કહી

IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સની સફળતામાં જસપ્રીત બુમરાહે મોટી ભૂમિકા ભજવી છે. બુમરાહે રોહિત શર્માની આગેવાની હેઠળની આ ટીમને ઘણા મુશ્કેલ પ્રસંગોમાં જીત અપાવી છે. બુમરાહની ગણતરી IPLના ઇતિહાસમાં સૌથી સફળ બોલરોમાં થાય છે. આવી સ્થિતિમાં તેના ટીમમાં ન હોવાના કારણે મુંબઈને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પૂર્વ ભારતીય બેટ્સમેન આકાશ ચોપરાના મતે, આખી દુનિયામાં જસપ્રિત બુમરાહનું રિપ્લેસમેન્ટ કોઈ નથી.

જસપ્રીત બુમરાહની જગ્યાએ આ ખેલાડીને તક!

જસપ્રીત બુમરાહની જગ્યાએ આ ખેલાડીને તક!

આકાશ ચોપરાના મતે મુંબઈ પાસે ભારતીય ફાસ્ટ બોલરોનો બહુ વિકલ્પ નથી. જયદેવ ઉનડકટ અને બેસિલ થમ્પી ટીમમાં હતા પરંતુ તેમને દરવાજો દેખાડવામાં આવ્યો હતો. આ કારણોસર મુંબઈ પાસે ઘણા ભારતીય બોલરો બાકી નથી. આકાશ ચોપરાના મતે મુંબઈ સંદીપ શર્મા પર દાવ લગાવી શકે છે. સંદીપ શર્માએ આઈપીએલની 104 મેચોમાં 7.77ની ઈકોનોમી સાથે 114 વિકેટ લીધી છે. આ સિવાય મુંબઈની ટીમ ધવલ કુલકર્ણી અને અંકિત રાજપૂત તરફ પણ જઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X