LSG vs PBKS: લખનઉ વિ પંજાબની IPL મેચ કોણ જીતશે? મહામુકાબલા પહેલા જાણો હેડ-ટુ-હેડ રેકૉર્ડ
LSG vs PBKS Match Prediction: લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને પંજાબ કિંગ્સ (PBKS) આજે, 30 માર્ચે લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. IPL 2024માં LSGની આ બીજી મેચ હશે, જ્યારે PBKS તેની ત્રીજી મેચ રમશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. મેચ પહેલા બંને ટીમોના હેડ-ટુ-હેડ રેકોર્ડ પર એક નજર કરીએ.
લખનઉને હજુ સુધી કોઈ પોઈન્ટ નથી મળ્યા અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. જ્યારે પંજાબના 2 મેચમાં 2 પોઈન્ટ છે અને તે 5માં નંબર પર છે. એલએસજી 24 માર્ચે ટૂર્નામેન્ટની તેમની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે 20 રનથી હારી ગયું હતું.

બીજી તરફ, પંજાબે છેલ્લી ઓવરમાં 4 બોલ બાકી રહેતા દિલ્હી કેપિટલ્સ (DC) ને 4 વિકેટે હરાવ્યું હતું. શિખર ધવનની આગેવાની હેઠળની PBKS રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે અંતિમ ઓવરમાં 4 બોલ બાકી રહેતા 4 વિકેટે હારી ગઈ હતી.
IPL 2022માં ડેબ્યૂ કર્યા બાદ LSG પંજાબ સામે કુલ ત્રણ મેચ રમી છે. એલએસજીએ તેમાંથી 2 અને પંજાબે 1 મેચ જીતી છે. PBKS સામે લખનૌનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર 257 છે, અને પંજાબનો LSG સામે સર્વોચ્ચ સ્કોર 201 છે.
એકાના સ્ટેડિયમની પિચ LSG માટે વધુ યોગ્ય રહેશે કારણ કે તેમની પાસે લખનઉની સ્થિતિનો ઉપયોગ કરવા માટે સારા બોલરો છે. આ ઉપરાંત, તમામ ઘરઆંગણાની ટીમોએ IPL 2024માં મેચો જીતી છે. વળી, એલએસજીનો હેડ-ટુ-હેડ રેકોર્ડ પણ સારો છે. આવી સ્થિતિમાં લખનઉની આ મેચ જીતવાની શક્યતાઓ વધુ છે.
લખનઉ સુપર જાયન્ટ્સ ટીમઃ ક્વિન્ટન ડી કૉક, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, આયુષ બદોની, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, નિકોલસ પૂરન, ક્રુણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, નવીન-ઉલ-હક, યશ ઠાકુર, મયંક યાદવ, પ્રેરક માંકડ, કૃષ્ણપ્પા ગૌતમ, અમિત મિશ્રા, ડેવિડ વિલી, કાયલ મેયર્સ, એશ્ટન ટર્નર, શિવમ માવી, મણિમારન સિદ્ધાર્થ, યુદ્ધવીર સિંહ ચરક, અરશદ ખાન, શમર જોસેફ, અર્શિન કુલકર્ણી.
પંજાબ કિંગ્સ ટીમઃ શિખર ધવન (કેપ્ટન), જૉની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરેન, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કેગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, રિલે રોસોવ, તનય ત્યાગરાજન, હરપ્રીત સિંહ ભાટિયા, વિધાથ કાવેરપ્પા, ક્રિસ વોક્સ, ઋષિ ધવન, સિકંદર રઝા, આશુતોષ શર્મા, અથર્વ તાયડે, નાથન એલિસ, શિવમ સિંહ, પ્રિન્સ ચૌધરી, વિશ્વનાથ સિંહ.












Click it and Unblock the Notifications
