IPL 2024 : સંજુ સેમસનનો એક નિર્ણય અને RCB આઈપીએલમાંથી બહાર, જાણો ક્યો હતો એ નિર્ણય?
રાજસ્થાન રોયલ્સે એલિમિનેટર મુકાબલામાં બેંગ્લોરને હરાવીને શાનદાર જીત મેળવી છે. હવે આ જીતમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનના એક નિર્ણયની ખુબ ચર્ચા થઈ રહી છે.
રાજસ્થાન રોયલ્સે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું અને આ જીત સાથે સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાનની ટીમ IPL 2024ના બીજા ક્વોલિફાયરમાં પહોંચી ગઈ છે.

સંજુ સેમસને એલિમિનેટર મેચ માટે ખાસ વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો. તેની એક યોજના એટલી અસરકારક હતી કે આરસીબીમાં સપાટો પડી ગયો. બોલિંગને લઈને સેમસનની રણનીતિ સફળ રહી. જો સેમસને ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલનો યોગ્ય સમયે ઉપયોગ ન કર્યો હોત તો રાજસ્થાન આ મેચ હાર્યુ હોત.
રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન સેમસને પ્રથમ ઓવર ટ્રેન્ટ બોલ્ટને આપી હ. તેણે આ ઓવરમાં માત્ર 2 રન આપ્યા હતા. સંદીપ શર્મા આગળની ઓવર માટે આવ્યો. તેણે 12 લૂંટાવ્યા.
સેમસને ઇનિંગની ત્રીજી ઓવર પણ બોલ્ટને આપી હતી. તેણે આ ઓવરમાં માત્ર 3 રન આપ્યા. બોલ્ટ લયમાં હતો. સંજુએ તેને બોલિંગમાંથી દૂર ન કરવાનો નિર્ણય લીધો. અવેશ ખાનને ચોથી ઓવર માટે લાવ્યો. તેણે 17 રન આપ્યા હતા. આ પછી બોલ્ટે પાંચમી ઓવર ફેંકી. આ ઓવરમાં તેણે એક વિકેટ લીધી.
સેમસને પ્રથમ પાંચ ઓવરમાંથી ત્રણ ઓવર બોલ્ટને ફેંકાવી. તેનો નિર્ણય અસરકારક સાબિત થયો. બોલ્ટે ઇનિંગની પાંચમી ઓવરના ચોથા બોલ પર ફાફ ડુ પ્લેસિસને શિકાર બનાવ્યો. ડુપ્લેસીસ 14 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો.
વિરાટ કોહલી ડુપ્લેસીસ સાથે આરસીબી માટે ઓપનિંગ કરવા આવ્યો હતો. સેમસને યોગ્ય સમયે સ્પિનરોને તક આપી. યુઝવેન્દ્ર ચહલે આરસીબીની ઇનિંગ્સની 8મી ઓવર ફેંકી. ચહલે ઓવરના બીજા જ બોલ પર કોહલીની વિકેટ લીધી. કોહલી 33 રન બનાવીને આઉટ થયો. રાજસ્થાનના બોલરોએ આરસીબીને 172 રનના સ્કોર સુધી રોકી દીધું. બોલરોનું આ જીતમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન હતું.
રાજસ્થાને 19 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો. જો RCB 200 રનના આંકડાને સ્પર્શી ગયું હોત તો રાજસ્થાનની જીત મુશ્કેલ બની ગઈ હોત. એ પણ શક્ય હતું કે સેમસનની ટીમ હારી ગઈ હોત.












Click it and Unblock the Notifications
