IPL 2024 : રોહિત શર્મા ફરીથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનવા જઈ રહ્યો છે? જાણો કેમ ચર્ચા શરૂ થઈ?

હાર્દિક પંડ્યાએ મુંબઈની કપ્તાન સંભાળી અને પહેલા મેચમાં જ મુંબઈને હારનો સામનો કરવો પડ્યો છે. હજુ આઈપીએલ શરૂ થઈ ત્યાં જ હાર્દિકની જગ્યાએ રોહિત શર્માને મુંબઈનો કેપ્ટન બનાવવાની ચર્ચા શરૂ થઈ છે.

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ગુજરાત ટાઇટન્સ સામેના ટાર્ગેટનો પીછો કરતી વખતે મુંબઈ ઈન્ડિયન્સ 6 રનથી હારી ગયું.

HARDIK AND ROHIT

મુંબઈ ઈન્ડિયન્સની હારની સાથે જ રોહિત શર્માનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા રોહિત શર્માને બાઉન્ડ્રી લાઇન પર મોકલતો જોવા મળી રહ્યો છે.

રોહિત શર્માનું અપમાન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં હાર્દિક પંડ્યાના રોહિત સાથેના વર્તનથી ચાહકો નિરાશ છે. કેટલાક યુઝર્સ માને છે કે હાર્દિક પંડ્યા રોહિત શર્માનું અપમાન કરી રહ્યો છે. બીજી તરફ રોહિત શર્માના ચહેરા પર પણ નિરાશા જોવા મળી હતી. મુંબઈ ઈન્ડિયન્સે તેની આગામી મેચ 27 માર્ચ એટલે કે બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે.

ધોનીનું ઉદાહરણ અપાઈ રહ્યું છે
લોકો હાર્દિક પંડ્યા અને રોહિત શર્માના વાયરલ વીડિયોને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રુતુરાજ ગાયકવાડ સાથે જોડી રહ્યા છે. એક તરફ ઋતુરાજ મેદાન પર મહેન્દ્ર સિંહ ધોની પાસેથી ઘણું શીખતો જોવા મળે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે કેપ્ટનશિપ છોડી દીધી હોય પરંતુ રોયલ ચેલેન્જર બેંગ્લોર સામેની પ્રથમ મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર ખૂબ જ એક્ટિવ જોવા મળ્યો. આ સ્થિતિમાં ચાહકો સતત હાર્દિક પંડ્યાને ઋતુરાજ ગાયકવાડ પાસેથી શીખવાની સલાહ આપી રહ્યા છે.

હાર્દિક ટેન્શનમાં જોવા મળ્યો
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ટોમ મૂડીએ પણ રોહિત શર્માને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. મૂડીએ કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સે ખૂબ વિચારણા કર્યા બાદ હાર્દિક પંડ્યાને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. પરંતુ હાર્દિક પંડ્યા પ્રથમ મેચમાં ખૂબ જ ચિંતિત જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ સામે મેદાનમાં ટેન્શનમાં જોવા મળ્યો.

રોહિત બનશે ફરી કેપ્ટન?
રોહિતને ફરીથી કેપ્ટન બનાવવાના સવાલ પર ટોમ મૂડીએ કહ્યું કે તેમને નથી લાગતું કે મુંબઈ ઈન્ડિયન્સ આવું કંઈક કરવાનું વિચારતી હશે. મુંબઈ ઈન્ડિયન્સે ખૂબ વિચારણા કર્યા બાદ જ હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી સોંપી છે.

તેમણે કહ્યું કે જો રોહિત શર્માને ફરીથી કેપ્ટન બનાવવામાં આવશે તો મને ખૂબ જ આશ્ચર્ય થશે. જો અચાનક પાંચ મેચ કે આઠ મેચમાં કેપ્ટન બદલવામાં આવે તો તે ખૂબ જ દૂરંદેશી ગણાશે.

ફેન્સ પોસ્ટર લઈને પહોંચ્યા
જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સે તેમની આગામી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમવાની છે. બુધવારે યોજાનારી આ મેચ માટે ચાહકો પહેલેથી જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. રોહિત શર્માના પોસ્ટરને લઈને હૈદરાબાદમાં ફેન્સ રસ્તાઓ પર નીકળી પડ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફેન્સ રોહિત શર્માની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X