IPL 2024 : આ સ્ટાર ખેલાડીઓ આઈપીએલમાંથી બહાર, જાણો લિસ્ટમાં કોના કોના નામ?
આઈપીએલ શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. જો કે આઈપીએલ શરૂ થાય તે પહેલા જ એ-બે નહીં પણ ઘણા સ્ટાર ખેલાડીઓ બહાર થઈ ગયા છે.
આ સિઝનમાં પણ આઈપીએલમાં 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. આ 10 ટીમો વચ્ચે ટ્રોફી માટે જોરદાર જંગ ખેલાશે. પરંતુ આઈપીએલ શરૂ થાય તે પહેલા જ કેટલાક ખેલાડીઓની ઈજાના કારણે ફ્રેન્ચાઈઝીઓની મુશ્કેલી વધી ગઈ છે.

માર્ક વુડ
IPL ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર માર્ક વુડ IPL 2024માંથી બહાર છે. લખનૌ સુપર જાયન્ટ્સે 2022ની મેગા ઓક્શનમાં માર્ક વુડને 7 કરોડ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ગત સિઝનમાં એટલે કે વર્ષ 2023માં માર્ક વૂડે લખનૌ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ચાર મેચમાં 11 વિકેટ ઝડપી હતી. પરંતુ આ સિઝનમાં તેણે IPL ન રમવાનો નિર્ણય લીધો છે. તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ નિર્ણય લીધો છે.
ડેવોન કોનવે
IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઘણી શાનદાર ઇનિંગ્સ રમનાર ડેવોન કોનવે પણ આ સિઝનમાં IPL રમતા જોવા નહીં મળે. તે IPLના પહેલા હાફમાંથી બહાર થઈ ગયો છે. પરંતુ અપેક્ષા એ છે કે તે આખી સિઝનમાંથી બહાર થઈ શકે છે. કોનવેએ ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ 672 રન બનાવ્યા હતા.
પ્રસિદ્ધ કૃષ્ણા
ભારતીય ટીમનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા સંપૂર્ણ રીતે ફિટ નથી. પ્રસિદ્ધ કૃષ્ણને 10 કરોડ રૂપિયાની રકમ ચૂકવીને રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે જોડાયો હતો. પરંતુ કૃષ્ણા વર્ષ 2024માં IPL રમતા જોવા નહીં મળે. વર્ષ 2022માં ડેબ્યૂ કરતા પ્રસિદ્ધ કૃષ્ણાએ 17 મેચમાં 19 વિકેટ લીધી હતી. તેની બોલિંગથી ક્રિકેટના ઘણા મહાનુભાવો પ્રભાવિત થયા હતા.
દિલ્હીને ફટકો
IPLની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. IPL 2024ની મિની ઓક્શનમાં ટીમે ઈંગ્લેન્ડના હેરી બ્રુકને ખરીદ્યો હતો. દિલ્હીએ બ્રુકને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ દાદીના નિધન બાદ આ ખેલાડીએ આઈપીએલ 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
આઈપીએલ પહેલા હેરી બ્રુકે ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ ભાગ લીધો ન હતો. દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુંગી એનગિડી ઈજાગ્રસ્ત થયો છે અને તે આઈપીએલ 2024માં રમી શકશે નહીં. દિલ્હી કેપિટલ્સે તેના સ્થાને ખતરનાક ઓસ્ટ્રેલિયન બેટ્સમેન જેક ફ્રેઝર મેકગર્કનો સમાવેશ કર્યો છે.












Click it and Unblock the Notifications
