IPL 2024 : રિષભ પંત સાથે લગ્ન મુદ્દે ઉર્વશી રૌતેલાએ મૌન તોડ્યુ, જાણો શું કહ્યું?
ક્રિકેટ અને બોલિવૂડની સૌથી ચર્ચાસ્પદ સ્ટોરી રિષભ પંત અને ઉર્વશી રૌતૈલા વચ્ચેની બબાલ છે. આ બન્ને સોશિયલ મીડિયા પર એકબીજાની ચુટકી લેતા જોવા મળે છે. જો કે હવે ઉર્વશીએ રિષભ પંત સાથે લગ્ન મુદ્દે નિવેદન આપ્યુ છે.
એક સમયે મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રિષભ પંત અને ઉર્વશી રૌતેલા એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ પછી કહેવામાં આવ્યું કે ઋષભ પંતે ઉર્વશી રૌતેલાનો નંબર બ્લોક કરી દીધો છે.

જો કે, અત્યાર સુધી ઋષભ પંત તરફથી આ મુદ્દે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ ઉર્વશી રૌતેલા ઘણી વખત રિષભ પંત પર નિવેદન આપી ચૂકી છે. હવે, ફરી એકવાર ઉર્વશી રૌતેલાએ ઋષભ પંત પર પોતાનો મત વ્યક્ત કર્યો છે.
અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં ઉર્વશી રૌતેલાને ઋષભ પંત વિશે કેટલાક મુશ્કેલ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. રિષભ પંત સાથેના લગ્ન પર પણ સવાલ હતો.
આ શોના હોસ્ટે કમેન્ટ વાંચતા પૂછ્યું- કે ઋષભ પંત તમારું સન્માન કરે છે, તે તમને ખુશ પણ રાખશે, જો તમે તેની સાથે લગ્ન કરશો તો હું ખુશ થઈશ. તેના જવાબમાં ઉર્વશી રૌતેલાએ કહ્યું કે, નો કોમેન્ટ.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
Urvashi Rautela talking about comments on marrying Rishabh Pant in a latest podcast 😵
— Riseup Pant (@riseup_pant17) May 3, 2024
Video Credits @filmygyan #ipl pic.twitter.com/1Ps5s3xvk2
જણાવી દઈએ કે, ઋષભ પંત માટે IPLની આ સિઝન શાનદાર રહી છે. આ સિઝનમાં અત્યાર સુધી ઋષભ પંતે 11 મેચમાં 44ની એવરેજથી 398 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે 3 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે અને 24 સિક્સર ફટકારી છે.
તાજેતરમાં જ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. રિષભ પંત આ ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. હવે લાંબા સમય બાદ ફરી એકવાર રિષભ પંત ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
