IPL 2024 : કોણ છે ક્યુટનેસમાં પ્રીતિ ઝિન્ટાને ટક્કર આપી રહેલી આઈપીએલની મિસ્ટ્રી ગર્લ?

આઈપીએલ આવતાની સાથે જ મિસ્ટ્રી ગર્લ વાયરલ થવા લાગે છે. હવે આવી જ એક મિસ્ટ્રી ગર્લ સોશિયલ મીડિયા પર છવાઈ છે. આ મિસ્ટ્રી ગર્લ ક્યુટનેસમાં પ્રીતિ ઝિન્ટાને ટક્કર મારી રહી છે.

હાલમાં જ રાજસ્થાન રોયલ્સની એક મેચમાં એક સુંદર મિસ્ટ્રી ગર્લ જોવા મળી. જેના ડિમ્પલ જોઈને તમને પ્રીતિ ઝિન્ટા યાદ આવી જશે. હવે આ ગર્લ વિશે લોકો સર્ચ કરી રહ્યાં છે.

Anchal Agrawal

ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ ટીમને સપોર્ટ કરવા માટે આ મિસ્ટ્રી ગર્લ મેદાન પર દેખાઈ હતી.

રાજસ્થાન રોયલ્સે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે અને આ યુવતીના ક્યૂટ ડિમ્પલને જોઈને ફેન્સ તેના દિવાના થઈ રહ્યાં છે.

રાજસ્થાન રોયલ્સની મેચમાં જોવા મળેલી આ મિસ્ટ્રી ગર્લનું નામ આંચલ અગ્રવાલ છે. તેણી પોતાને સ્ટેન્ડ અપ કોમેડિયન કહે છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે અને આંચલના ઈન્સ્ટાગ્રામ પર 5.4 લાખ ફોલોઅર્સ છે.

આંચલે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ તેણે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી. તે સ્ટેન્ડ અપ કોમેડીના વીડિયો શેર કરતી રહે છે. હવે IPL 2024માં જોવા મળેલી આ મિસ્ટ્રી ગર્લ સોશિયલ મીડિયા પર છવાયેલી છે અને લોકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X