IPL 2025 : આ ત્રણ ખેલાડીઓ માટે આ સિઝન છેલ્લી હોઈ શકે છે, જુઓ લિસ્ટમાં કોના કોના નામ?
IPL 2025 : આઈપીએલ 2025 પહેલા મેગા ઓક્શન યોજાવા જઈ રહ્યું છે. બીસીસીઆઈએ આ વર્ષે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે.
મેગા ઓક્શન અને તેના પહેલાની ઉથલપાથલ વચ્ચે આજે આપણે કેટલાક એવા ખેલાડીઓની વાત કરવાના છીએ જેના માટે આઈપીએલની આ સિઝન આખરી હોઈ શકે છે.

આ લિસ્ટમાં એક એવુ નામ સામેલ છે જેને મેદાનમાં જોવા માટે લોકો આજે પણ તરશે છે. આ ખેલાડી માટે પણ આઈપીએલની આ સિઝન આખરી હોઈ શકે છે.
હવે જલ્દી IPL 2025 માટે ટીમો ખેલાડીઓની રીલીઝ અને રીટેન્શન યાદી જાહેર કરશે. જો કે આ વખતે આઈપીએલ અલગ હશે. આ સીઝન પહેલાજ રિટેન્શનને લઈને નવા નિયમો આવ્યા છે.
IPL રમી રહેલા ઘણા ખેલાડીઓ નિવૃત્તિની ઉંમરે પહોંચી ગયા છે. આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સૌથી ઉપર છે. ધોની આ સિઝન બાદ IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની કારકિર્દી શાનદાર રહી છે. તેણે ઘણી વખત જોરદાર પરફોર્મન્સ આપ્યું છે. ડુ પ્લેસિસ હવે આઈપીએલને બાય-બાય કહી શકે છે.
ડુ પ્લેસિસ 40 વર્ષનો છે. તેના માટે આ છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. લખનઉ સુપર જાયન્ટ્સનો દિગ્ગજ બોલર અમિત મિશ્રા 41 વર્ષનો છે. આ સિઝન બાદ તે નિવૃત્તિની જાહેરાત પણ કરી શકે છે.
અમિત મિશ્રાને ગત સિઝનમાં માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી. તેણે અત્યાર સુધીમાં 162 મેચ રમી છે. આ દરમિયાન 174 વિકેટ ઝડપી છે.












Click it and Unblock the Notifications
