IPL 2026 : હરાજી પહેલા ઘણા મોટા ખેલાડીઓની ટીમ બદલાઈ, જુઓ લિસ્ટમા કોના કોના નામ?

આઈપીએલ ૨૦૨૬ માટે મિની-ઓક્શન પહેલા ટ્રેડ વિન્ડો ધમધમી રહી છે. ૧૫ નવેમ્બરની રીટેન્શન ડેડલાઈન નજીક આવતા જ ફ્રેન્ચાઈઝીઓ પોતાની ટીમની ખામીઓ દૂર કરવા માટે ખેલાડીઓની અદલાબદલીમાં સક્રિય બની છે.

આ ટ્રેડ માર્કેટમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI), ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સૌથી વધુ સક્રિય દેખાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રેડ વિન્ડોનો સૌથી મોટો અને ચોંકાવનારો સોદો ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે થયો છે.

ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ બદલામાં ચેન્નઈએ તેના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનને રાજસ્થાન રોયલ્સને સોંપ્યા છે.

આ ખેલાડીઓની અદલાબદલી આઈપીએલના ઈતિહાસના સૌથી હાઈ-પ્રોફાઈલ સોદાઓમાંની એક છે, જેણે બંને ટીમના મુખ્ય માળખામાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે.

ટ્રેડ માર્કેટમાંથી મુંબઈ ઈન્ડિયન્સે પણ આ વખતે ઘણા ઉપયોગી ખેલાડીઓને ટીમમાં લીધા છે. અહેવાલો મુજબ, શાર્દુલ ઠાકુરને લખનઉ સુપર જાયન્ટ્સ પાસેથી ૨ કરોડ રૂપિયામાં મુંબઈએ ખરીદ્યો છે.

આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના પાવર હીટર શેરફેન રધરફોર્ડને ગુજરાત ટાઈટન્સ પાસેથી ૨.૬ કરોડ રૂપિયામાં મુંબઈ ઈન્ડિયન્સે મેળવ્યો છે. મુંબઈએ પોતાના ખેલાડી અર્જુન તેંડુલકરને ૩૦ લાખ રૂપિયામાં લખનઉ સુપર જાયન્ટ્સને ટ્રેડ કર્યો છે.

ગઈ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે રમનારા અનુભવી ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ ટ્રેડ કરવામાં આવ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સે ૧૦ કરોડ રૂપિયામાં SRH પાસેથી મોહમ્મદ શમીને મેળવ્યો છે.

આ એક ઓલ-કેશ ડીલ છે, જે LSGના ફાસ્ટ બોલિંગ આક્રમણને મજબૂત બનાવશે, ખાસ કરીને તેમના કેટલાક ફાસ્ટ બોલરોની ઈજાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને. BCCI દ્વારા રીટેન્શન અને રિલીઝની જાહેરાત કરવાની અંતિમ તારીખ ૧૫ નવેમ્બર નક્કી કરવામાં આવી છે, ત્યારબાદ ટીમો અંતિમ હરાજીની તૈયારીઓમાં લાગી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X