IPL 2026 Schedule : ક્યારે શરૂ થશે આઈપીએલ? આવી ગયુ બીસીસીઆઈનું અપડેટ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આમ છતાં BCCI દ્વારા હજુ સુધી મેચોનું સત્તાવાર સમયપત્રક જાહેર કરવામાં આવ્યું નથી. સામાન્ય રીતે વહેલી જાહેરાત થતી હોય છે, પરંતુ આ વખતે સસ્પેન્સ યથાવત છે.

રિપોર્ટ્સ મુજબ, IPL 2026 આગામી 26 માર્ચથી શરૂ થઈને 31 મે સુધી ચાલી શકે છે. શેડ્યૂલમાં વિલંબનું મુખ્ય કારણ પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં એપ્રિલ-મેમાં મતદાન થવાની શક્યતા છે.
ચૂંટણીના કારણે સુરક્ષા વ્યવસ્થા જાળવવી એ ક્રિકેટ બોર્ડ માટે સૌથી મોટો પડકાર છે. કોલકાતા અને ચેન્નઈ જેવા શહેરોમાં પોલીસ દળ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત રહેશે. આ સંજોગોમાં મેચો માટે પૂરતી સુરક્ષા ફાળવવી સ્થાનિક વહીવટ માટે મુશ્કેલ બની શકે છે.
BCCI હાલમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવનારી સત્તાવાર તારીખોની રાહ જોઈ રહ્યું છે. તારીખો સ્પષ્ટ થયા બાદ જ મેચોના આયોજનને આખરી ઓપ આપવામાં આવશે. કેટલીક ફ્રેન્ચાઈઝીના હોમ ગ્રાઉન્ડને લઈને પણ હાલમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
રાજસ્થાન રોયલ્સ અને RCB ગુવાહાટી કે રાયપુર જેવા મેદાનોનો વિકલ્પ વિચારી રહ્યા છે. જયપુરના સ્ટેડિયમની તૈયારીઓ અંગે પણ કેટલીક આંતરિક ચર્ચાઓ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. લોજિસ્ટિક્સના પ્રશ્નો ઉકેલાયા બાદ જ સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે તેવું જણાય છે.
આ સિવાય શ્રીલંકા અને ભારતમાં યોજાતો T20 વર્લ્ડ કપ પણ શેડ્યૂલને અસર કરી રહ્યો છે. વર્લ્ડ કપની ફાઈનલ 8 માર્ચે છે, ત્યાં સુધી મુખ્ય સ્ટેડિયમો ICCના નિયંત્રણ હેઠળ રહેશે. સ્ટેડિયમની પિચો તૈયાર કરવા અને બ્રાન્ડિંગ બદલવા માટે બોર્ડને વધારાના સમયની જરૂર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્ચના પ્રથમ સપ્તાહમાં IPLનું શેડ્યૂલ જાહેર થઈ શકે છે. બોર્ડ અગાઉની જેમ બે તબક્કામાં પણ કાર્યક્રમની જાહેરાત કરી શકે તેવી સંભાવના છે. પ્રથમ તબક્કામાં શરૂઆતની મેચો અને બાદમાં બાકીનું લિસ્ટ જાહેર કરવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
