
IPL Auction 2020: હરાજી પહેલા કોહલીએ ફેન્સને આપ્યો ખાસ મેસેજ, જાણો શું કહ્યું
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલ વનડે સીરિઝના બીજા મેચ પહેલા આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે યોજાનાર ખેલાડીઓની હરાજીને ધ્યાનમાં રાખતાં ફેન્સ માટે ખાસ સંદેશ મોકલ્યો છે. વિરાટ કોહલીએ આઈપીએલ 2020 માટે ગુરુવારે થનાર હરાજી પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના ફેન્સને તેમના સમર્થન માટે થેન્ક્સ કહેવા ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ આ વીડિયોમાં વિરાટ કોહલીએ આરસીબી કેપ્ટન તરીકે ટીમને સતત સપોર્ટ કરવા માટે પેન્સનો આભાર માન્યો છે અને સાથે જ ઉમ્મીદ જતાવી છે કે આગળ પણ તેઓ તેમની ટીમને દિલ ખોલીને આવી રીતે જ સમર્થન આપતા રહેશે.

વિરાટ કોહલીએ ફેન્સને જીતનો ભરોસો આપ્યો
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પોતાના ટ્વિટર હેન્ડલથી વિરાટ કોહલીનો આ વીડિયો શેર કરતાં લખ્યું, 'આઈપીએલની હરાજીનની તૈયારીઓ જોરશોરથી? તમારા માટે કેપ્ટનનો સંદેશ'
પોતાના 55 સેકન્ડના આ વીડિયોમાં વિરાટ કોહલીએ ફેન્સને ભરોસો અપાવ્યો કે નવા મેનેજમેન્ટ સાથે આરસીબીની ટીમ આ ટ્રોફી માટે બાકી ચીજોને કવર કરતા આ વખતે જીત હાંસલ કરાનું વચન આપ્યું છે.
|
જાણો વીડિયોમાં શું બોલ્યા કોહલી
પોતાના વીડિયો સંદેશમાં વિરાટ કોહલીએ કહ્યું કે, 'આ વખતે મજબૂત ટીમ બનાવવા માટે અમે ટીમ મેનેજમેન્ટ સાથે વાતચીત કરી છે. અમે તમને ભરોસો અપાવીએ છીએ કે જે કંઈપણ ચીજ બાકી રહી ગઈ છે તેને અમે હરાજી દરમિયાન કવર કરી લેશું અને આઈપીએલ 2020 માટે અમે બહુ મજબૂત ટીમ બનાવશું.'
તેમણે આગળ કહ્યું કે 'તો જેમ મેં કહ્યું તમે ટીમ સાથે રહો અને તમારો સપોર્ટ અમારા માટે બહુ કીમતી છે. તમારો ખુબ ખુબ આભાર, હરાજીનો ઉત્સુકતાથી ઈંતેજાર છે. જોઈએ છીએ કે ડિસેમ્બર 19ના રોજ શું થનાર છે.'

ખિતાબ જીતવા ટીમ કોશિશ કરશે
ઉલ્લેખનીય છે કે આરસીબીની ટીમ 2016માં ઉપ વિજેતા ટીમ રહી હતી પરંતુ તે બાદ આગલા ત્રણ સિઝનમાં ટીમ ઉમ્મીદો પર ખરી ના ઉતરી શકી. આ ત્રણ સિઝનમાં આરસીબીની ટીમ બે વખત લીગ ટેબલમાં અંતિમ સ્થાન પર રહી.
વિરાટ કોહલી આઈપીએલની આગામી સિઝનમાં પોતાની આગેવાનીમાં ટીમને પહેલો ખિતાબ અપાવવાની કોશિશ કરશે અને તેમણે પ્રશંસકોને ટીમનું સમર્થન કરતા રહેવા કહ્યું.
IPL 2020 Auctionમાં બે ભારતીય ટૉપ ડ્રૉમાં છે શામેલ, ટીમોમાં થઈ શકે ટક્કર
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો