For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Auciton: સવા 12 કરોડમાં KKRના થયા શ્રેયસ ઐય્યર, ગુજરાત ટાઈટન્સના થયા મોહમ્મદ શમી

કેકેઆરે શ્રેયસ ઐય્યરનો 12 કરોડમાં ખરીદ્યો.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુઃ દિગ્ગજ ખેલાડીઓની લિસ્ટમાં ભારતીય ખેલાડીઓ શિખર ધવન અને આર અશ્વિન બાદ શ્રેયસ ઐય્યરનો નંબર આવ્યો જેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. શ્રેયસ ઐય્યરે દિલ્લી કેપિટલ્સ માટે અત્યાર સુધી ખૂબ જ શાનદાર ભૂમિકા નિભાવી હતી અને તે આ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. એવામાં જોતજોતામાં તેમની બોલી 5 કરોડ રુપિયા ક્રોસ કરી ગઈ.

Shreyas Iyer

દિલ્લી કેપિટલ્સ તેમને ખરીદવા માટે ઉત્સુક દેખાઈ પરંતુ લખનઉની ટીમે પણ આ ખેલાડીને લેવામાં ખૂબ રસ બતાવ્યો. દિલ્લી કેપિટલ્સને જો કે પોતાના પૂર્વ કેપ્ટનને લેવામાં કોઈ ઝિઝક નહોતી અને તેમણે ઝડપથી 6 કરોડથી ઉપરની બોલી શ્રેયસ ઐય્યરની લગાવી દીધી. ઐય્યરની કિંમત ત્યારબાદ 9 કરોડને પાર ગઈ અને વર્તમાન સમયમાં સારા ફૉર્મમાં ચાલી રહેલા ખેલાડીએ 10 કરોડ ક્રોસ કરી લીધા.

ગુજરાતની ટીમે 10 કરોડની કિંમત બોલીમાં લગાવી દીધી. આ સાથે જ શ્રેયસ ઐય્યર આઈપીએલ 2022ની હરાજીમાં 10 કરોડની કિંમતને પાર કરનાર પહેલા ખેલાડી બની ગયા. પરંતુ અહીં અંતિમ બાજી કેકેઆરના હાથે લાગી જેમણે 12.25 કરોડ રુપિયામાં આ ખેલાડીને ખરીદીને પોતાના કેપ્ટનનો વિકલ્પ ખોલી દીધો.

મોહમ્મદ શમી

ત્યારબાદ વારો ભારતના બીજા એક દિગ્ગજ ખેલાડી મોહમ્મદ શમીનો હતો જેમની બેઝ પ્રાઈઝ 2 કરોડ હતી. તે જોત-જોતામાં જ 5 કરોડની બોલીને ક્રોસ કરી ગયા. આ દરમિયાન તેમને લેવા માટે લખનઉ સુપરજાયન્ટસે રસ બતાવ્યો પરંતુ તે 6.25 કરોડમાં ગુજરાત ટાઈટન્સના હાથે લાગ્યા. શમીને લેવા માટે મુકાબલો રસપ્રદ ચાલ્યો પરંતુ ગુજરાતની નવી ટીમને પોતાના માટે એક સારા પેસરની જરુર હતી અને તે તેમને મોહમ્મદ શમી રુપે 6.25 કરોડ રૂપિયામાં મળ્યો. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા છે જ્યારે સ્પિનમાં રાશિદ ખાન છે અને બેટિંગમાં શુભમન ગિલ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL Auction 2022: Shreyas Iyer IPL 2022 Price and Team, Mohammed Shami sold in 6.25 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X