IPL Auction 2023: હરાજીની તારીખ, સમય અને જગ્યા, લાઈવ કેમાં જોઈ શકાશે
આઇપીએલની તમામ 10 ટીમમાં 87 ખેલાડીઓની જગ્યા ખાલી છે ત્યારે આઇપીએલ હરાજી 2023 રસપ્રદ રહેશે.
IPL Auction 2023: આઇપીએલની નવી સિઝનને લઈ જોરશોરથી મિની ઑક્શનની તૈયારીઓ ચાલી રહી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને ટીમો તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં વ્યસ્ત છે. કયા ખેલાડીઓ માટે બોલી લાગશે અને કયા ખેલાડીઓને છોડી દેવામાં આવશે, આ બધી બાબતોને લઈને પણ રણનીતિ બની રહી છે. રજિસ્ટ્રેશન કરાવનાર ખેલાડી અને ફેન્સ પણ તેને લઈ ઉત્સાહિત છે. આઈપીએલ ઑક્શનને લઈ સંપૂર્ણ જાણકારી આ લેખમાં મળશે.

આ વર્ષે આઇપીએલ ઑક્શન માટેનું વેન્યુ કોચી પસંદ કરવામાં આવ્યું છે. 23 ડિસેમ્બરે બપોરે હરાજીની પ્રક્રિયા શરૂ થશે. અગાઉ હરાજી બેંગ્લોરમાં થવાની હોવાનું માનવામાં આવી રહ્યું હતું પરંતુ તેવું ના થયું. પાછલી વખતના વેન્યૂને આ વખતે બદલી કોચીને મિની ઓક્શન માટે પસંદ કરવામાં આવ્યું છે. જે તમામ ટીમ અને બીસીસીઆઈ માટે એક નવો અનુભવ હશે.
આઇપીએલની હરાજી કેટલા વાગ્યે થશે અને આઇપીએલનું લાઇવ પ્રસારણ ક્યાં જોઈ શકાશે
ભારતીય સમય મુજબ બપોરે 2 વાગીને 30 મિનિટ પર આઇપીએલ હરાજીની શરૂઆત થશે. જેનું સીધું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. સ્ટાર નેટવર્ક આઇપીએલના ઑફિશિયલ બ્રોડકાસ્ટર છે. આ ઉપરાંત જિયો સિનેમા એપ્લીકેશન ઉપયોગ કરતા યૂઝર્સ પણ તે જિયો એપથી આ હરાજી જોઈ શકશે.
આઇપીએલ હરાજીમાં કેટલા ખેલાડીઓ પર બોલી લાગશે
હરાજી માટે 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. 991 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તમામ દસ ટીમો પાસે 87 સ્થાન જ ખાલી છે. 273 ભારતીય ખેલાડીઓ પર બોલી લાગશે. જ્યારે 132 વિદેશી ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. કુલ 87 ખાલી જગ્યામાં 30 ખેલાડી વિદેશી હશે. 119 કેપ્ડ ખેલાડી હરાજીમાં હશે, જ્યારે 286 અનકેપ્ડ ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.
આઇપીએલની કઈ ટીમ પાસે કેટલા રૂપિયા છે
સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે 42.25 કરોડ રૂપિયા, પંજાબ કિંગ્સ પાસે 32.20 કરોડ રૂપિયા, લખનઉ સુપર ઝાયન્ટ્સ પાસે 23.35 કરોડ રૂપિયા, મુંબઈ ઈન્ડિયન્સ પાસે 20.55 કરોડ રૂપિયા, ચેન્નઈ સુપર કિંગ્સ પાસે 20.45 કરોડ રૂપિયા, દિલ્હી કેપિટલ્સ પાસે 19.45 કરોડ રૂપિયા, ગુજરાત ટાઈટન્સ પાસે 19.25 કરોડ રૂપિયા, રાજસ્થાન રોયલ્સ પાસે 13.2 કરોડ રૂપિયા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 8.75 કરોડ રૂપિયા અને કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે 7.05 કરોડ રૂપિયા છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
