For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંદિગ્ધ બોલિંગ એક્શન મામલે IPL કમિટીએ સુનીલ નરેનને આપી મોટી રાહત

સંદિગ્ધ બોલિંગ એક્શન મામલે IPL કમિટીએ સુનીલ નરેનને આપી મોટી રાહત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોલકાતા નાઈટ રાઈડર્સના બોલર સુનીલ નરેનને મોટી રાહત આપી છે. સુનીલ નરેનને સંદિગ્ધ બોલરની એક્શનના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ફરી એકવાર તેમની બોલિંગ એક્શન પર સવાલ ઉઠ્યો હતો, પરંતુ આઈપીએલની સસ્પેક્ટ બોલિંગ એક્શન કમિટીએ તેમને મોટી રાહત આપતાં તેમની બોલિંગ એક્શનને યોગ્ય ગણાવી દીધી. જણાવી દઈએ કે 10 ઓક્ટોબરે મેચ દરમ્યાન તેમની સંદિગ્ધ બોલિંગને કારણે ચેતવણી આપવામાં આવી હતી અને તેમની એક્શનનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ચેતવણીને પગલે નરીને બે મેચમાં બહાર બેસવું પડ્યું હતું.

sunil narine

આઈપીએલની સંદિગ્ધ બોલિંગ કમિટી તરફથી ક્લીન ચિટ મળ્યા બાદ સુનીલ નરેન ફરી એકવાર મેચમાં વાપસી કરી શકે છે. જણાવી દઈએ કે આ પહેલો અવસર છે જ્યારે સુનીલ નરેનની બોલિંગ એક્શન પર સવાલ ઉઠ્યા છે. અગાઉ 2014માં પણ ચેમ્પિયન્સ લીગ દરમ્યાન સુનીલ નરીનની બોલિંગ એક્શન પર સવાલ ઉઠ્યો હતો, આ દરમ્યાન બે વાર તેમની બોલિંગ એક્શન પર સવાલ ઉઠ્યા હતા. એટલું જ નહિ, સંદિગ્ધ બોલિંગ એક્શનને કારણે સુનીલ નરેન 2015નો વર્લ્ડ કપ પણ નહોતો રમી શક્યો.

સુનીલ નરેન પર 2015માં આઈપીએલ દરમ્યાન સવાલ ઉઠ્યો હતો. જે બાદ નવેમ્બર 2015માં તેમની બોલિંગ પર બેન લગાવી દેવામાં આવ્યો હતો, જો કે 2016માં આઈસીસીએ ફરી એકવાર સુનીલ નરેનને બોલિંગ કરવાની મંજૂરી આપી દીધી હતી. પરંતુ બાદમાં તેમણે 20-20 વિશ્વકપમાં ભાગ નહોતો લીધો. 2018માં પણ પાકિસ્તાન સુપર લીગ દરમ્યાન સુનીલ નરેનની બોલિંગ એક્શનને લઈ ફરિયાદ કરવામાં આવી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL committee gave a big relief to Sunil Narine in the case of suspicious bowling action
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X