For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Prize Money: વિજેતા ટીમને મળશે અધધધ 20 કરોડ, લખનઉ અને RCB પણ થશે માલામાલ

IPL Prize Money: વિજેતા ટીમને મળશે અધધધ 20 કરોડ, લખનઉ અને RCB પણ થશે માલામાલ

|
Google Oneindia Gujarati News

IPL Prize Money: આઇપીએલ 2022નો ફાઈનલ મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાનો છે. આ વખતે ગુજરાતની ટીમ પોતાના ડેબ્યૂ આઈપીએલમાં જ ફાઈનલ સુધી પહોંચી કમાલ કરી દેખાડ્યો છે. જ્યારે રાજસ્થાનની ટીમ 14 વર્ષ બાદ બીજી વખત ફાઈનલમાં પહોંચી છે. વર્ષ 2008ના આઈપીએલ ફાઈનલમાં શેન વોર્નની કપ્તાનીમાં રાજસ્થાન IPL Finalમાં પહોંચી હતી અને ખિતાબ પણ જીતવામાં સફળ રહી હતી. 2008માં જ્યારે રાજસ્થાન વિજેતા બન્યું ત્યારે 4.8 કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું હતું, ઉપવિજેતા રહેલી ચેન્નઈને 2.4 કરોડ રૂપિયા મળ્યા હતા. પરંતુ હવે ઈનામની રકમ ઘણી બદલાઈ ગઈ છે, હવે આઈપીએલ વિજેતા ટીમ માલામાલ બની જાય છે. એવામાં આવો જાણીએ કે આ વખતે આઈપીએલનો ખિતાબ જીતનાર ટીમને કેટલા રૂપિયા મળશે.

2022માં વિજેતા ટીમને 20 કરોડ રૂપિયા મળશે. જ્યારે ઉપવિજેતા ટીમને 13 કરોડ રૂપિયાનું ઈનામ મળશે. આ ઉપરાંત ત્રીજા નંબરે રહેનાર ટીમ આરસીબીને 7 કરોડ રૂપિયા મળશે અને ચોથા નંબરે રહેલી ટીમ એટલે કે લખનઉ સુપર ઝાયન્ટ્સને 6.5 કરોડ રૂપિયા મળશે.

IPL 2022

IPL 2022 Prize Money

  • વિજેતા ટીમ- 20 કરોડ રૂપિયા
  • ઉપવિજેતા ટીમ- 13 કરોડ રૂપિયા
  • નંબર 3 પર રહેનાર ટીમ- 7 કરોડ રૂપિયા
  • નંબર 4 પર રહેનાર ટીમ- 6.5 કરોડ રૂપિયા
  • પર્પલ કેપ વિજેતા ખેલાડી- 15 લાખ રૂપિયા
  • ઓરેંજ કેપ વિજેતા ખેલાડી- 15 લાખ રૂપિયા
  • ઈમર્જિંગ પ્લેયર ઑફ આઈપીએલ 2022- 20 લાખ રૂપિયા

જણાવી દઈએ કે પાછલા 4 વર્ષથી વિજેતા ટીમને ખિતાબ જીતવામાં 20 કરોડ રૂપિયા જ આપવામાં આવી રહ્યા છે. આ વખતે ઉપવિજેતા ટીમને પાછલી વર્ષની સરખામણીએ 50 લાખ વધુ મળી રહ્યા છે. 2021માં ઉપવિજેતા રહેનાર ટીમને 12.5 કરોડ રૂપિયા મળ્યા હતા.

પર્પલ કેપ અને ઓરેંજ કેપ વિજેતાને પણ મળશે પૈસા

આ ઉપરાંત પર્પલ કેપ અને ઓરેંજ કેપ જીતનાર ક્રિકેટર્સ પણ માલામાલ થઈ જશે. આઈપીએલ પર્પલ કેપ જીતનાર ખેલાડીને 15 લાખ જ્યારે ઓરેંજ કેપ જીતનાર ખેલાડીને 15 લાખ રૂપિયા મળશે. આ ઉપરાંત ઈમર્જિંગ પ્લેયરને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL Prize Money for winner, runner up, purple- orange cap winner and emerging player of ipl 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X