For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન? વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત

ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન? વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019માં રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. જો કે તેમની કાબિલિયતથી આગળ વધીને જો ગ્રીન જર્સી વાળી ટીમ વિરુદ્ધ તેમના પ્રદર્શનને જોઈએ તો એક વાત દિમાગમાં આવે છે કે શું ગ્રીન રંગ ભારતીય સલામી બેટ્સમેન રોહિત શર્માનો ફેવરિટ રંગ છે? ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના ત્રણ મેચમાંથી બે સદી લગાવવાની સાથે જ વર્લ્ડ કપ જેવા શાનદાર ઈવેન્ટમાં રોહિત શર્માએ ત્રણ સદી નોંધાવી લીધી છે. આમ તો ભારતનો એક મેચ વરસાદના કારણે રદ્દ પણ થયો હતો.

રેકોર્ડ છે શાનદાર

રેકોર્ડ છે શાનદાર

રોહિત શર્માએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ સાઉથમ્પટનમાં નાબાદ 122 અને મેનચેસ્ટરમાં પાકિસ્તાન વિરુદ્ધ 140 રનથી ભારતને શાનદાર જીત અપાવી હતી. પાછલા વર્લ્ડ કપની જો વાત જોડી લેવામાં આવે તો મેલબર્નમાં 2015ના વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઈનલમાં રોહિત શર્માએ બાંગ્લાદેશ વિરુદ્ધ 137 રનની ઈનિંગ રમી હતી, રોહિત શર્માની આ બધી જ સદી ગ્રીન જર્સીવાળી ટીમની સામે જ બની છે.

બાંગ્લાદેશ વિરુદ્ધ 126 બોલ પર 137 રન (14 ચોગ્ગા, 3 સિક્સર)

બાંગ્લાદેશ વિરુદ્ધ 126 બોલ પર 137 રન (14 ચોગ્ગા, 3 સિક્સર)

મેલબર્નમાં આમ તો રોહિતના ઓપનિંગ પાર્ટનર શિખર ધવને પણ બે સદી ફટકારી હતી. પરંતુ ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશ સાથે રમાયેલ મેચમાં 126 બોલમાં 137 રન બનાવી વર્લ્ડ કપમાં બની રહેવાનું બાંગ્લાદેશનું સપનું ચકનાચૂર કરી દીધું હતું. જો કે એક નોબોલનો વિવાદ પણ આ મેચમાં થયો હતો. આ મેચમાં ભારતે 6 વિકેટના નુકસાને 302 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશને 193 પર આઉટ કરી ભારતે 109 રને જીત હાંસલ કરી હતી. રોહિત શર્મા મેન ઑફ ધી મેચ બન્યા હતા.

122 બોલમાં નાબાદ 122 રન (13 ચોગ્ગા, 2 સિક્સર)

122 બોલમાં નાબાદ 122 રન (13 ચોગ્ગા, 2 સિક્સર)

રોહિત શર્માની સદીમાં રનની સંખ્યા સામાન્ય રીતે બોલના મુકાબલે વધુ જ રહે છે. સદી બાદ તેમની સ્ટ્રાઈક રેટ પણ બેગણી થઈ જાય છે. પરંતુ આ મેચમાં બોલ અને રન બરાબર રહ્યા. આ મેચમાં પહેલા બેટિંગ કરી દક્ષિણ આફ્રિકાએ 229 રન બનાવ્યા હતા. આ મેચમાં શર્માએ 122 બોલમાં 122 રન બનાવ્યા હતા. 6 વિકેટના નુકસાન સાથે ભારતે 230 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. રોહિત શર્મા મેન ઑફ ધી મેચ બન્યા હતા. આ મેચ પણ ગ્રીન જર્સી સામે જ હતો અને શર્માએ સદી ફટકારી હતી.

જાણો વિશ્વકપમાં હાર બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યુ જાણો વિશ્વકપમાં હાર બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યુ

પાકિસ્તાન વિરુદ્ધ 140 બોલમાં 140 રન (14 ચોગ્ગા, 3 સિક્સ)

પાકિસ્તાન વિરુદ્ધ 140 બોલમાં 140 રન (14 ચોગ્ગા, 3 સિક્સ)

આ વર્લ્ડકપમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હાઈવોલ્ટેજ થવાની ઉમ્મીદ હતી. શિખર ધવન ઈન્જર્ડ હોવાથી મેચનો રોમાંચ પણ વધી ગયો હતો કેમ કે શર્મા સાથે ઓપનિંગ કરવા કેએલ રાહુલ આવ્યો હતો. બંનેએ શાનદાર શરૂઆત કરી. બે રોહિત શર્માએ ત્રીજી ગ્રીન જર્સીવાળી ટીમ પાકિસ્તાન વિરુદ્ધ ત્રીજી સદી ફટકારી અને 140 રનની શાનદાર ઈનિંગની સાથે ભારતને શાનદાર જીત અપાવી હતી.

શું ગ્રીન જર્સી વિરુદ્ધ ફરી આક્રમક થશે?

શું ગ્રીન જર્સી વિરુદ્ધ ફરી આક્રમક થશે?

આ વર્લ્ડ કપમાં 2 જુલાઈએ વધુ એક ગ્રીન જર્સી વિરુદ્ધ ભારતીય ટીમ એજબેસ્ટનમાં મેચ રમવા જઈ રહી છે. બાંગ્લાદેશની ટીમ જો કે સારા ફોર્મમાં છે. બાંગ્લાદેશે શાનદાર શરૂઆત કરતાં વેસ્ટ ઈન્ડિઝને હરાવી હતી. છતાં બાંગ્લાદેશી ટીમ હિટમેન રોહિત શર્માથી સાવધાન રહેશે. કોણ જાણે, ગ્રીન જર્સીને જોઈ હિટમેન ફરી એકવાર નિર્દયી ફોર્મમાં આવી જાય.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
is rohit sharma being more aggressive against green jersey? look at the records
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X