Ishan Kishan On BCCI : ટીમમાંથી બહાર થવા મુદ્દે ઈશાન કિશને મૌન તોડ્યુ, BCCIને લઈને મોટુ નિવેદન આપ્યુ
Ishan Kishan On BCCI : ઈશાન કિશનને અચાનક ટીમમાંથી પડતો મુકાયા બાદ તેને બીસીસીઆઈએ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો છે. હવે આ મુદ્દે ઈશાન કિશને મૌન તોડ્યુ છે.
ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ અને BCCI કોન્ટ્રાક્ટ ગુમાવ્યા બાદ ઈશાન કિશન નાની ટીમો સામે પણ રમતા જોવા મળતો નથી.

તાજેતરમાં જ ઝિમ્બાબ્વે માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ પ્રવાસ માટે ઈશાન કિશનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
ઇશાન કિશને માનસિક થાકને કારણે ગયા વર્ષે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી વિરામ માંગ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી તે ટીમમાં વાપસી કરી શક્યો નથી. આ સમયગાળા દરમિયાન તે ચોક્કસપણે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો છે. પરંતુ તે મુંબઈ ઈન્ડિયન્સ માટે તે છાપ છોડવામાં નિષ્ફળ રહ્યોં.
બીસીસીઆઈએ કોન્ટ્રાક્ટ લીધા બાદ અનેક પ્રકારના સમાચાર સામે આવ્યા છે. હવે પહેલીવાર ઈશાન કિશને આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ઈશાન કિશને કહ્યું કે, હું કોઈ પણ વાતથી દુખી થવા માંગતો નથી. હું મારું સર્વશ્રેષ્ઠ આપવાનું ચાલુ રાખીશ. તેણે સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમય તેના માટે સારા રહ્યા નથી.
ઈશાન કિશને તેની સાથે બનેલી ઘટનાઓ પર કહ્યું કે, મારું દુ:ખ કોઈ સમજી શક્યું નથી. આજે હું એમ કહેવા માંગતો નથી કે બધું બરાબર હતું. મારા માટે તે બિલકુલ સરળ ન હતું.
તેણે કહ્યું કે, આ બધું મારી સાથે ત્યારે થયું જ્યારે હું સારું પ્રદર્શન કરી રહ્યો હતો. મને મુસાફરીથી થાક લાગ્યો હતો, જેનો અર્થ કંઈક ખોટું હતું. મને સારું કે ઠીક નહોતું લાગતું અને તેથી મેં વિરામ લેવાનું નક્કી કર્યું, જો કે દુર્ભાગ્યે મારા પરિવાર અને થોડા નજીકના લોકો સિવાય કોઈ તેને સમજી શક્યું નહીં.
ઈશાન કિશનના મતે ખેલાડી માટે બ્રેક લેવો સામાન્ય બાબત છે. તેણે કહ્યું કે, નિયમ છે કે જો તમારે વાપસી કરવી હોય તો તમારે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવું પડે છે. હવે ઘરેલુ ક્રિકેટ રમવું મારા માટે ઘણું અલગ હતું કારણ કે તેનો કોઈ અર્થ નહોતો. હું રમવાના મૂડમાં નહોતો અને તેથી મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લીધો.












Click it and Unblock the Notifications
