ICC રેન્કિંગમાં ટોપ 5માં પહોંચ્યા જસપ્રીત બુમરાહ
શ્રીલંકા સીરિઝમાં શાનદાર પ્રદર્શનને કારણે આઇસીસી રેંન્કિંગમાં જસપ્રીત બુમરાહને ફાયદો. 27મા સ્થાનેથી પહોંચ્યા ટોપ 5માં. આ અંગે વધુ વાંચો અહીં...
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી જસપ્રીત બુમરાહ એવા બોલર છે, જેમનાથી ભલ-ભલા બેટ્સમેન ડરે છે. શ્રીલંકાની ધરતી પર ભારતે મેળવેલ શાનદાર જીતમાં જસપ્રીત બુમરાહનો ઘણો મહત્વપૂર્ણ ફાળો છે. શ્રીલંકા સામેની વન ડે સીરિઝમાં તેમણે પોતાના કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 5 મેચની સીરિઝમાં તેમણે 15 વિકેટ પોતાને નામ કરી છે. આ કારણે આઇસીસીની રેન્કિંગમાં જસપ્રીત બુમરાહને ખાસો ફાયદો થયો છે. બોલર્સની શ્રેણીમાં ટોપ 5માં જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે.

4થા સ્થાને જસપ્રીત બુમરાહ
શ્રીલંકા-ભારતની વન ડે સીરિઝ સમાપ્ત થયા બાદ આઇસીસી નેહાલિયા દ્વારા બોલિંગ રેકિંગ જાહેર કરવામાં આવી છે. આ સૂચિમાં ઑસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ હજુ પણ પ્રથમ સ્થાને છે અને 27મા નંબર પર અટકેલા જસપ્રીત બુમરાહ સીધા 4થા સ્થાને આવી ગયા છે.

આઇસીસી રેન્કિંગ
- આ સૂચિમાં જસપ્રીત બુરાહ સિવાય 14મા સ્થાને ભુવનેશ્વર કુમાર, 61મા સ્થાને હાર્દિક પંડ્યા, 89મા સ્થાને કુલદીપ યાદવ અને 99મા સ્થાને યુવેન્દ્ર ચહલ છે.
- રવિચંદ્રન અશ્વિન 23મા સ્થાને, અમિત મિશ્રા 25મા સ્થાને, મોહમ્મદ શમી 32મા સ્થાને, રવિન્દ્ર જાડેજા 37મા સ્થાને અને ઉમેશ યાદવ 42મા સ્થાને છે.
- શ્રીલંકાના એન્જેલો મેથ્યૂઝ 52મા અને અકીલા ધનંજય 80 નંબર પર છે. આ સૂચિમાં અકીલ ધનંજયને પણ ફાયદો થયો છે અને તેઓ પોતાના જૂના સ્થાનથી 21 નંબર આગળ આવ્યા છે.
- જસપ્રીત બુમરાહે 5 મેચોની વન ડે સીરિઝમાં 15 વિકેટ પોતાના નામે કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પહેલાં બે દેશો વચ્ચે રમાયેલ 5 મેચની વન ડે સીરિઝમાં કોઇ ફાસ્ટ બોલર દ્વારા સૌથી વધુ વિકેટ લેવાનો આંકડો 14 હતો, જે જસપ્રીતે પાર કર્યો છે.
- વર્ષ 2002-03માં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર આંદ્રે એડમ્સે ભારત સામેની સીરિઝમાં 14 વિકેટ લીધી હતી. ત્યાર બાદ વર્ષ 2009-10માં પાકિસ્તાન સામેની વન ડે સીરિઝમાં ઑસ્ટ્રેલિયન બોલર ક્લિંટ મેકૉયે પણ 14 વિકેટ પોતાને નામ કરી હતી.
- હવે 2017માં જસપ્રીતે 15 વિકેટ લઇ આ બંને દિગ્ગજોને પાછળ છોડ્યા છે.

5 મેચની વન ડે સીરિઝમાં સૌથી વધુ વિકેટ

મેન ઓફ ધ સીરિઝ
સૌથી ખાસ વાત એ છે કે, જસપ્રીતે શ્રીલંકા સામેની અંતિમ વન ડે મેચમાં આ ઉપલબ્ધિ મેળવી છે. આ પહેલાં તેમના નામે સીરિઝમાં 13 વિકેટ લેવાનો રેકોર્ડ હતો. પરંતુ 5મી મેચમાં 2 વિકેટ લેતાં જસપ્રીતે પોતાનો રેકોર્ડ તોડવાની સાથે જ નવો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે. આ કારણે જ તેમને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યા છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
