Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jasprit Bumrah record : બુમરાહે પડાવી બૂમ, ટી20 વિશ્વ કપમાં મચાવી તરખાટ

Jasprit Bumrah record, T20 World Cup 2024 : સુપર 8માં રમાયેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 47 રનથી હરાવ્યું હતું. ભારતની જીતમાં સૂર્ય કુમાર યાદવે મહત્વની ભૂમિકા ભજવી હતી. સૂર્યાએ 28 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી, જેના આધારે ભારતીય ટીમ 8 વિકેટે 181 રન બનાવવામાં સફળ રહી હતી.

જે બાદમાં ભારતીય બોલરોએ અજાયબીઓ કરી હતી અને અફઘાનિસ્તાનને 134 રન પર રોકી દીધું હતું અને 47 રનથી જીત મેળવી હતી. સુર્યાને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હોવા છતાં બુમરાહે અફઘાનિસ્તાનની ઇનિંગ્સ દરમિયાન અદ્દભૂત બોલિંગ કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા.

બુમરાહે 4 ઓવરમાં 7 રન આપીને 3 વિકેટ લીધી હતી. બુમરાહે આ મેચમાં અફઘાનિસ્તાનની સૌથી મોટી વિકેટ ગુરબાઝને આઉટ કરી હતી, ત્યારબાદ તેણે હઝરતુલ્લાહ ઝાઝાઈને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો, જ્યારે ત્રીજી વિકેટમાં બુમરાહે નજીબુલ્લાહ ઝદરાનને આઉટ કરીને પોતાની ત્રણ વિકેટ પૂરી કરી હતી.

Jasprit Bumrah record

આ મેચમાં બુમરાહે ફરી એકવાર બતાવ્યું કે શા માટે તે વિશ્વના મહાન બોલરોમાં સામેલ છે. ખાસ કરીને તેણે જે કોમ્બિનેશનથી બોલિંગ કરી તે વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું હતું.

T-20 ઈન્ટરનેશનલમાં ભારત માટે ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર - ટી-20 ઈન્ટરનેશનલમાં બુમરાહના નામે હવે 82 વિકેટ નોંધાઈ ગઈ છે. આમ કરીને તેણે હાર્દિક પંડ્યાને પાછળ છોડી દીધો છે. T20Iમાં હાર્દિકના નામે કુલ 80 વિકેટ છે. આ સિવાય હવે બુમરાહ T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતનો ત્રીજો બોલર બની ગયો છે.

યુઝવેન્દ્ર ચહલે ભારત માટે T20Iમાં સૌથી વધુ વિકેટ લીધી છે. ચહલે 96 વિકેટ લીધી છે. આ સાથે જ ભુવનેશ્વર કુમારના નામે 90 વિકેટ છે. આ પછી બુમરાહનો નંબર આવે છે, હવે તેના નામે 82 વિકેટ નોંધાઈ ગઈ છે. બુમરાહ હવે T20I માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારો બીજો ફાસ્ટ બોલર પણ છે.

આ વર્લ્ડ કપમાં બુમરાહે એવી રીતે બોલિંગ કરી છે, જેનાથી વિશ્વ ક્રિકેટને આશ્ચર્ય થયું છે. બુમરાહે આ વર્લ્ડ કપમાં કુલ 90 બોલ ફેંક્યા છે, જેમાંથી 62 બોલ એવા છે કે, જેના પર બેટ્સમેન રન બનાવી શક્યા નથી. આ સાથે જ તે 8 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

T20 વર્લ્ડ કપ 2024માં બુમરાહ સામે અત્યાર સુધી બેટ્સમેનો માત્ર 4 ચોગ્ગા જ ફટકારી શક્યા છે. બુમરાહ જે સ્ટાઈલમાં બોલિંગ કરી રહ્યો છે, તે જોઈને ચોક્કસ કહી શકાય કે, જો ભારતીય ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહે છે તો તેનો સંપૂર્ણ શ્રેય બુમરાહને જશે.

2024 T20 વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહ

  • ફેંકવામાં આવેલા બોલ - 90
  • બાઉન્ડ્રી ડીચ - 4
  • ડોટ બોલ - 62
  • વિકેટ - 8

આ T20 વર્લ્ડ કપમાં બુમરાહનું પ્રદર્શન

  • 3-1-6-2 વિ આયર્લેન્ડ
  • 4-0-14-3 વિ પાકિસ્તાન
  • 4-0-25-0 વિ યુએસએ
  • 4-0-7-3 વિ અફઘાનિસ્તાન
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X