KKR vs RR: રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો લીધો નિર્ણય
કિંગ્સ ઇલેવન પંજાબ સામે એક ઓવરમાં પાંચ સિક્સર લગાવીને આઈપીએલનો નવો સ્ટાર બનનાર રાહુલ તેવતિયા ફરી એકવાર મેદાનમાં ઉતરશે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
કિંગ્સ ઇલેવન પંજાબ સામે એક ઓવરમાં પાંચ સિક્સર લગાવીને આઈપીએલનો નવો સ્ટાર બનનાર રાહુલ તેવતિયા ફરી એકવાર મેદાનમાં ઉતરશે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન રોયલ્સની સામે કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ હશે જેની પાસે આંદ્રે રસેલ જેવો તોફાની ખેલાડી છે. આઈપીએલમાં આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 20 મેચ થઈ છે, જેમાં બંને ટીમો 10-10 વખત જીતી ચૂકી છે આ 20 મેચમાંથી બે મેચ સુપર ઓવરમાં પહોંચી ગઈ છે. રાજસ્થાન રોયલ્સની ટીમ સુપર ઓવરમાં ભારી પડી છે. આ બંને ટીમો વચ્ચે ફરી એકવાર રોમાંચક મેચની અપેક્ષા છે.

આ પણ વાંચો: IPL 2020: સુરેશ રૈના સામે ચેન્નઈએ મોટું પગલું ભર્યું, અહીંથી કરી દીધી છૂટ્ટી












Click it and Unblock the Notifications
