IPL 2020: સુરેશ રૈના સામે ચેન્નઈએ મોટું પગલું ભર્યું, અહીંથી કરી દીધી છૂટ્ટી
IPL 2020: સુરેશ રૈના સામે ચેન્નઈએ મોટું પગલું ભર્યું, અહીંથી કરી દીધી છૂટ્ટી
ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસની સૌથી સફળ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ આ સીઝનમાં પોઈન્ટ ટેબલમાં સૌથી તળિયે છે. સીએસકેએ પોતાની ત્રણમાંથી બે મેચ ગુમાવી દીધી છે. પાછલી બે મેચમાં ટીમને પોતાના ધાકડ બેટ્સમેન સુરેશ રૈનાની કમી ખટકી છે. પરંતુ સીઝન 12માં ભાગ ના લેનાર સુરેશ રૈનાનું નામ હવે સીએસકેની વેબસાઈટથી હટાવી દેવામાં આવ્યું છે.

કથિત રીતે કોરોના વાયરસના કહેરને જોતાં સુરેશ રૈના દુબઈથી ભારત પાછા આવી ગયા હતા. સુરેશ રૈનાએ કહ્યું હતું કે તે પોતાના પરિવારને ખતરામાં નાખવા નથી માંગતા. આની સાથે જ રૈનાની ટીમના કેપ્ટન ધોની અને મેનેજમેન્ટસાથે વિવાત થયો હોવાની ચર્ચા પણ સામે આવી હતી.
સુરેશ રૈનાએ જો કે બાદમાં સંકેત આપ્યા કે તે આ સીઝનમાં ફરી રમી શકે છે પરંતુ હવે સીએસકેએ પોતાની વેપસાઈડ અપડેટ કરી છે. સેએસકેએ પોતાના ખેલાડીઓની નવી યાદી વેબસાઈટ પર નાખી છે અને તેમાં સુરેશ રૈનાનું નામ અને તસવીર ગાયબ છે.
સીએસકેના આ ફેસલાથી સ્પષ્ટ થઈ ગયું છે કે સુરેશ રૈના હવે કોઈપણ કિંમત પર 13મી સીઝનનો ભાગ નહિ લે. સુરેશ રૈનાને લઈ સીએસકેના સીઈઓએ પણ સ્પષ્ટ કરી દીધું કે ટીમમાં તેમની વાપસી નથી થઈ રહી.
આની સાથે જ સીએસકેની ટીમમાંથી હરભજન સિંહનું નામ પણ હટાવી દેવામાં આવ્યુ્ં છે. હરભજન સિંહે અંગત કારણોસર 13મી સીઝન રમવાનો ઈનકાર કરી દીધો હતો. સતત મળી રહેલી હાર બાદ ટીમના કોચ ફ્લેમિંગે સુરેશ રૈનાની કમી ખટકી રહી હોવાની વાત સ્વીકારી હતી. ફ્લેમિંગનું કહેવું હતું કે રેનાની હાજરીમાં ટીમનું બેલેન્સ બહુ મજબૂત રહેતું હતું.












Click it and Unblock the Notifications
