Asia Cup 2023 : આ છે સૌથી મોટો સ્કોર કરવાવાળા કેપ્ટન, લિસ્ટમાં બે ભારતીય
Asia Cup 2023 : એશિયા કપની શરૂઆત થઇ ગઇ છે. આ સાથે નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. પહેલા જ દિવસે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે એક શાનદાર ઇનિંગ્સ રમી અન્ય ટીમો માટે મુશ્કેલી વધારી છે. આવનારી મેચમાં પણ ઘણા રેકોર્ડ બનતા અને તૂટતા જોવા મળી શકે છે. પાચં વર્ષ બાદ વનડે ફોર્મેટ પર એશિયા કપ રમવામાં આવી રહ્યો છે.
પહેલા જ દિવસે બાબર આઝમે નવી નવી ટીમ નેપાળ સામે 151 રનની ઇનિંગ રમીને એક રેકોર્ડ બનાવ્યો, જે અત્યાર સુધી ક્યારેય બન્યો ન હતો. એટલું જ નહીં તેણે એક મામલામાં વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે.

બાબર આઝમ હવે ODI એશિયા કપમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનારા કેપ્ટન બની ગયો છે અને આ પહેલીવાર બન્યું છે કે, જ્યારે કોઇ કેપ્ટને એશિયા કપમાં 150થી વધુ રન બનાવ્યા હોય. આવી સ્થિતિમાં, તમારા માટે એ જાણવું પણ જરૂરી છે કે આ રેકોર્ડ પહેલા કોના નામે હતો અને ODI એશિયા કપમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર પાંચ કેપ્ટન કોણ છે.
બાબર આઝમ - પાકિસ્તાનના કેપ્ટન તરીકે બાબર આઝમે નેપાળ સામે 131 બોલમાં 151 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તે 14 ચોગ્ગા અને ચાર શાનદાર છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો હતો.
બાબર આઝમે આ મેચમાં 115.27ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. બાબર આઝમ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો, ત્યારે ઓપનર ફખર ઝમાન વહેલા આઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો, અને ટીમનો સ્કોર પણ 21 રન હતો.
આ પછી ફરી બીજો ઓપનર ઈમામ અલ હક આઉટ થયો હતો. બાદમાં મોહમ્મદ રિઝવાન અને પછી ઈફ્તિખાર અહેમદ સાથે મળીને તેણે ટીમને મુશ્કેલીમાંથી ઉગારી એટલું જ નહીં, પરંતુ ટીમને મોટા સ્કોર તરફ પણ દોરી હતી.
વિરાટ કોહલી - 2014ના એશિયા કપમાં તત્કાલિન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 122 બોલમાં 136 રન બનાવ્યા હતા, જોકે રનનો પીછો કરતી વખતે આ ઈનિંગ તેના બેટથી આવી હતી. તેની ઈનિંગ્સ આજે પણ યાદ કરવામાં આવે છે. એશિયા કપમાં ટીમ ઈન્ડિયાના કોઈપણ કેપ્ટન દ્વારા રમવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી ઈનિંગ છે.
આ મેચ બાંગ્લાદેશ સામે રમાઈ હતી અને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે સાત વિકેટે 279 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ બંને ઓપનર રોહિત શર્મા અને શિખર ધવનની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. આ પછી વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ ચોથી વિકેટ માટે 213 રનની ભાગીદારી કરી હતી. આ સાથે ભારતીય ટીમ આ મેચ સરળતાથી જીતવામાં સફળ રહી હતી.
સૌરવ ગાંગુલી - 2000ના એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની કમાન સૌરવ ગાંગુલીના હાથમાં હતી. તે વર્ષે ઓપનિંગ બેટ્સમેન તરીકે, સૌરવ ગાંગુલીએ 124 બોલમાં શાનદાર અણનમ 135 રન બનાવ્યા હતા.
જેના કારણે ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે આઠ વિકેટે આસાન જીત નોંધાવી હતી. તે મેચમાં સૌરવ ગાંગુલીએ કુલ નવ બોલરનો ઉપયોગ કર્યો હતો. ડાબોડી બેટ્સમેન સૌરવ ગાંગુલીએ 104 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
અર્જુન રણતુંગા - શ્રીલંકા માટે 1996નો વર્લ્ડ કપ જીતનારો કેપ્ટન અર્જુન રણતુંગાએ કેપ્ટન તરીકે 1997ના એશિયા કપમાં પોતાની ટીમ માટે 131 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અર્જુન રણતુંગાની આ ઇનિંગ ભારતીય ટીમ સામે જ આવી હતી.
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાની સામે 228 રનનો નાનકડો ટાર્ગેટ રાખ્યો હતો, જેને શ્રીલંકાએ પોતાના કેપ્ટનની શાનદાર ઈનિંગના કારણે આસાનીથી હાંસલ કરી લીધો હતો.
શોએબ મલિક - લાંબા સમય સુધી પાકિસ્તાનની કેપ્ટન્સી કરનારો શોએબ મલિકે કેપ્ટન તરીકે એશિયા કપમાં પણ સદી ફટકારી હતી. તે વર્ષ 2008 હતું અને ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત હરીફાઈ માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું. આ મેચમાં શોએબ મલિકે 125 રન બનાવ્યા હતા.
શોએબ મલિકે પોતાની ઇનિંગ દરમિયાન 17 ચોગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ટીમ ઈન્ડિયા સામે 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી જ્યારે ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા ઉતરી તો ઓપનર વીરેન્દ્ર સેહવાગે મલિકની ઈનિંગને હરાવી અને ભારતે આસાનીથી લક્ષ્ય હાંસલ કરી લીધું. એટલે કે શોએબ મલિકની આ ઈનિંગ પોતાની ટીમને જીત અપાવવામાં સફળ થઈ શકી નથી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
