Video: જ્યારે યુવરાજની પાછળ બેટ લઇને દોડ્યો ગેઇલ
નવી દિલ્હી, 19 મે: આઇપીએલ સીરિઝ દરમિયાન આપને કેટલીક પળો એવી પણ જોવા મળશે જેને લોકો લાંબા સમય સુધી ભૂલાવી શકતા નથી. રવિવારે દિલ્હી અને બેંગલુરુની વચ્ચે મેચ વરસાદના કારણે રદ થઇ ગઇ પરંતુ મેચ દરમિયાન એક રસપ્રદ પળ જોવા મળી. બન્યું એવું કે મેચ રદ થયા બાદ જ્યારે બંને ટીમોના ખેલાડી મેદાનમાંથી પરત આવી રહ્યા હતા તો અચાનક દિલ્હી ટીમના પ્લેયર યુવરાજ સિંહને મસ્તી સૂજી અને તેણે પોતાની સાથે ચાલી રહેલા ક્રિસ ગેઇલની મસ્તી કરતા તેમને ધક્કો મારી દીધો.
યુવીની આ મજાકથી ક્રિસ ગેઇલ પણ ફુલ ફોર્મમાં આવી ગયા અને તેઓ પણ પોતાનું બેટ ઊઠાવીને યુવીની પાછળ દોડી પડ્યા, બંનેની આ મસ્તીને જોઇને મેચ રદ થવાના કારણે દુ:ખી થયેલા દર્શકો અચાનકથી હસવા લાગ્યા અને તાળીઓ વગાડી શોર બકોર કરવા લાગ્યા. યુવી અને ગેઇલની મસ્તી ખૂબ જ સમય સુધી મેદાનમાં જોવા મળી જેનો લોકોએ જોરદાર આનંદ ઉઠાવ્યો.
નોંધનીય છે કે રોયલ ચેલેંજર્સ બેંગલોર અને દિલ્હી ડેરડેવિલ્સની વચ્ચે રવિવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલ આઇપીએલ-8ની 55મી મેચ વરસાદને ભેટ ચડી ગઇ જોકે રોયલ ચેલેંજર્સ આ રદ્દ મેચથી એક પોઇંટ મેળવીને પ્લેઓફમાં પ્રવેશ કરવામાં સફળ રહી.
યુવી અને ગેઇલની મસ્તી જુઓ વીડિયોમાં...












Click it and Unblock the Notifications
