IND vs ENG: તાબડતોડ બેટિંગ કરી રહ્યા છે રોહિત શર્મા, કોહલી પણ ચકિત
IND vs ENG: તાબડતોડ બેટિંગ કરી રહ્યા છે રોહિત શર્મા, કોહલી પણ ચકિત
ચેપોકમાં બીજી ટેસ્ટ મેચમાં રોહિત શર્માએ ધમાકો કરતાં પોતાની ટેસ્ટ કરિયરની 12મી ફીફ્ટી ફટકારી દીધી છે. રોહિત શર્માએ માત્ર 47 બોલમાં જ પોતાની ફીફ્ટી બનાવી લીધી છે. પોતાની ઈનિંગમાં રોહિતે 1 છગ્ગો પણ ફટકાર્યો. રોહિતની બેટિંગે ફેન્સનું દિલ જીતી લીધું છે. જણાવી દઈએ કે હિટ મેને ઈંગ્લેન્ડા પેસર સ્ટુઅર્ટ બ્રોડની બોલ પર જેવી રીતે બેટિંગ કરી તેને જોઈ ખુદ કેપ્ટન વિરાટ કોહલી પણ ચકિત રહી ગયા. જણાવી દઈએ કે ભારતીય ઈનિંગની ત્રીજી ઓવરની પહેલી બોલ પર રોહિતે બ્રોડના બોલ પર જેવા પ્રકારે સુંદર કવર ડ્રાઈવ ફટકારી તે જોઈ કોહલી પણ દંગ રહી ગયો. કોહલીએ જે રિએક્શન આપ્યાં તે ખુબ વાયરલ થઈ રહ્યાં છે.

બીસીસીઆઈએ એક વીડિયો શેર કર્યો છે જેમાં રોહિતની કવર ડ્રાઈવ બાદ કોહલીના રિએક્શન દેખાડ્યા છે. કોહલી રોહિત શર્માનો શોટ જોઈ આંખો ફાડતો તેમની સામે જોતો રહ્યો. સાથે જ રોહિતના શોટ બાદ કોહલી ચીયર પણ કરતા પણ જોવા મળ્યા. આ વીડિયોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે એક વર્ષ બાદ દર્શક મેચ લાઈવ જોવા સ્ટેડિયમ પહોંચ્યા છે. કોરોનાકાળમાં પહેલીવાર ફેન્સને સ્ટેડિયમ જઈ મેચ જોવાનો મોકો મળ્યો છે. ફેન્સ પણ મેચની ભારે મજા લઈ રહ્યા છે. જણાવી દઈએ કે ભારતે પહેલી ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે બીજી ટેસ્ટમાં જીત હાંસલ કરી ટેસ્ટ સિરીઝમાં બરાબરી કરવાના ઉદ્દેશ્યથી મેદાન-એ-જંગમાં ઉતરશે.












Click it and Unblock the Notifications
