For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઈપીએલ માટે કુલદીપ યાદવનો ખાસ પ્લાન, આવી રીતે કરશે વાપસી!

આઈપીએલ માટે કુલદીપ યાદવનો ખાસ પ્લાન, આવી રીતે કરશે વાપસી!

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમમાંથી બહાર રહેલા કુલદીપ યાદવે ટીમમાં પરત ફરવા અને આઈપીએલ માટે ખાસ રણનિતી તૈયાર કરી છે. આવનારા ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કુલદીપ યાદવ ટીમમાં કાયમી જગ્યા બનાવવા માંગે છે. આ ઉપરાંત આગામી આઈપીએલને ધ્યાને રાખીને તૈયારી શરૂ કરી છે. કુલદીપ યાદવ કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી આઈપીએલ રમે છે અને ભારતીય ટીમમાં સતત અંદર બહાર થતો રહે છે.

કુલદીપ યાદવ આઈપીએલમાં સારા પ્રદર્શન સાથે સાથે આગામી ટી-20 વર્લ્ડ કપ માટે ટીમમાં જગ્યા બનાવવા માંગે છે. આ માટે તેને કોલકત્તાની ટીમ સાથે અભ્યાસ શરૂ કર્યો છે. વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાશે. આ તમામ બાબતોને લઈને કુલદીપ યાદવે પોતાની રણનિતી વિશે વાત કરી છે.

ન્યૂઝીલેન્ટ પ્રવાસ માટે સિલેક્શન ન થવા પર શું કહ્યું?

ન્યૂઝીલેન્ટ પ્રવાસ માટે સિલેક્શન ન થવા પર શું કહ્યું?

એક વર્ષ પહેલા કુલદીપ યાદવની ગણતરી વિદેશની ધરતી પર ભારતના શ્રેષ્ટ બોલરમાં થતી હતી, પરંતુ છેલ્લા એક વર્ષથી તે સતત ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે અને તેની ઓળખ ગુમાવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરીઝમાં જગ્યા ન મળવા વિશે તેને જણાવ્યુ કે આમ થવું કઈ ખોટુ નથી. વધુમાં જણાવ્યું કે, મને નથી લાગતું કે આમાં કંઈ ખોટુ થયું, આ કોમ્બીનેશન પર આધાર રાખે છે. ન્યૂઝીલેન્ડની પરિસ્થિતી અલગ હતી અને ટેસ્ટ માટે સ્પીન વાળી ન હતી. તેમજ આ એક લાંબી ટેસ્ટ સીરીઝ ન હતી.

ભારતીય ટીમમાં પાછા ફરવા માટે આઈપીએલ પર દારોમદાર

ભારતીય ટીમમાં પાછા ફરવા માટે આઈપીએલ પર દારોમદાર

કુલદીપ યાદવ જણાવે છે કે આ હાલતમાં આઈપીએલ તેને ભારતીય ટીમમાં વાપસી માટે મદદ કરી શકે છે. કુલદીપે છેલ્લે જાન્યુઆરી 2018 માં ઓસ્ટ્રેલિયાના સીડનીમાં ટેસ્ટ મેંચ રમી હતી, છેલ્લી ટી-20 આ વર્ષે જાન્યુઆરી રમી હતી. જો કે ઓસ્ટ્રેલિયા સામેની વનડે ટીમમાં સ્થાન મળ્યુ હોવા છત્તા તેને એક પણ મેચ રમવાનો મોકો મળ્યો નહોતો. આઈપીએલ વિશે વાત કરતા કુલદીપ જણાવે છે કે, આઈપીએલ એવું સ્ટેજ છે જે દર વર્ષે બદલાતું રહે છે. આ માટે સતત તૈયાર રહેવું પડે છે. આ માટે હું તૈયાર છુ અને ભારતીય ટીમમાં વાપસી માટે આઈપીએલ મહત્વની છે.

રવિ શાસ્ત્રીનું ભરપુર સમર્થન મળે છે

રવિ શાસ્ત્રીનું ભરપુર સમર્થન મળે છે

કુલદીપ યાદવ આઈપીએલ દ્વારા ભારતીય ટીમમાં સ્થાન મેળવવા ઈચ્છે છે. કુલદીપ જણાવે છે કે, વાપસી માટે કોચ અને કપ્તાન બન્નેનું સમર્થન મળે છે. કોચ રવી શાસ્ત્રી ઉત્સાહ વધારે છે. રવિ શાસ્ત્રી ખુલીને તમામ મુદ્દે વાત કરે છે અને આટલા ક્રિકેટ દરમિયાન તેમનું પુરતું સમર્થમ મળ્યુ છે. ટીમ બહાર થવુ એ પરિસ્થિતીને ધ્યાને રાખીને લેવાયેવો ફેંસલો હતો.

IPL 2020: મેક્સવેલના સ્થાને આ 3 ખેલાડીઓને મળી શકે છે કિંગ્સ 11 પંજાબમાં સ્થાનIPL 2020: મેક્સવેલના સ્થાને આ 3 ખેલાડીઓને મળી શકે છે કિંગ્સ 11 પંજાબમાં સ્થાન

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
kuldeep yadav has special plan for IPL
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X