KXIP Vs DC: માર્કસ સ્ટોઈનિસની ધમાકેદાર બેટિંગ, પંજાબને 158નો ટાર્ગેટ
KXIP Vs DC: માર્કસ સ્ટોઈનિસની ધમાકેદાર બેટિંગ, પંજાબને 158નો ટાર્ગેટ
IPL 2020 સીઝન 13માની બીજી મેચ આજે દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાઈ રહી છે. કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલા ધવન રન આઉટ તો પૃથ્વી શૉ મોહમ્મદ શમીની ફિરકીમાં ફસાઈ ગયો હતો. જે બાદ રિષભ પંત અને શ્રેયસ ઐય્યર ઈનિંગને વધુ લાંબી ના ટકાવી શક્યા પરંતુ બાદમાં આવ્યા ઓસ્ટ્રેલિયાન ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ, જેમણે કિંગ્સ ઈલેવન પંજાબના બોલર્સને હંફાવી નાખ્યા.

માર્કસ સ્ટોઈનિસે 21 બોલમાં 53 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. જેમાં માર્કસ સ્ટોઈનિસે 3 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. જણાવી દઈએ કે શ્રેયસ ઐય્યરે 39 અને રિષભ પંતે 31 રન ફટકાર્યા હતા. જો પંજાબના બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો મોહમ્મદ શામીએ 3 વિકેટ લઈ દિલ્હીને મુંઝવણમાં મૂંકી દીધું હતું. શેલ્ડન કોટ્રેલે 2 અને રવિ બિશ્નોઈએ પણ 1 વિકેટ ખેરવી છે. હવે જોવાનું રહેશે કે શું કિંગ્સ ઈલેવન પંજાબ દિલ્હીના આ ટાર્ગેટને હાંસલ કરી શકે છે કે નહિ.












Click it and Unblock the Notifications
