Laura Wolvaardt : બોલ્ડ અને બ્યુટીફૂલ ફોટોથી આગ લગાવતી રહે છે દક્ષિણ આફ્રિકન ટીમની કેપ્ટન, જુઓ ફોટો
Laura Wolvaardt : સાઉથ આફ્રિકાની મહિલા ટીમની કેપ્ટન પોતાના ક્રિકેટ સાથે સાથે તેની ખૂબસૂરતી માટે પણ ખુબ ચર્ચામાં રહે છે.
આફ્રિકન ટીમની કેપ્ટન જેટલી શાનદાર ખેલાડી છે તેટલી જ સુંદર છે. તેના બોલ્ડ અને બ્યુટીફૂલ ફોટો સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ જાય છે.

દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ છે. નવેમ્બર મહિનામાં તેણીને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે. વોલ્વાર્ડે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ 7 ફેબ્રુઆરી 2016ના રોજ ઈંગ્લેન્ડ સામે રમી હતી.
લૌરા વોલ્વાર્ડે અત્યાર સુધીમાં 167 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં ત્રણ ટેસ્ટ મેચ, 98 ODI મેચ અને 66 T20 ઈન્ટરનેશનલનો સમાવેશ થાય છે. આ ત્રણેય ફોર્મેટમાં વોલ્વાર્ડના નામે કુલ 5943 રન છે.
દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ ઉપરાંત, લૌરા વોલ્વાર્ડ ઘણી લીગ ટીમો માટે રમે છે. તેમાં ગુજરાત જાયન્ટ્સ વુમન, માન્ચેસ્ટર ઓરિજિનલ વુમન, એડિલેડ સ્ટ્રાઈકર્સ વુમન અને અન્ય જેવી ફ્રેન્ચાઈઝીનો સમાવેશ થાય છે.
ક્રિકેટ સિવાય લૌરા વોલ્વાર્ડ અન્ય ઘણી રમતો રમવાનું પસંદ કરે છે. તેને ગોલ્ફ, રાફ્ટિંગ અને સર્ફિંગ જેવી રમતો ગમે છે. તે આ ગેમના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
લૌરા વોલ્વાર્ડ તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. લૌરા વોલ્વાર્ડના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 24 હજારથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર તેના 1.84 લાખથ જેટલા ફોટોઅર્સ છે.
લૌરા વોલ્વાર્ડ સ્પોર્ટ ઉપરાંત પ્રવાસની પણ ખૂબ શોખીન છે. તે તેના સોશિયલ મીડિયા પર અન્ય દેશોના પ્રવાસની તસવીરો શેર કરતી રહે છે. તેના પર ફેન્સ પણ ઘણી પ્રતિક્રિયા આપે છે.












Click it and Unblock the Notifications
