MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ
MI vs KKR: આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની આજની મેચમાં KKRને પહેલા બેટિંગ કરવાની તક મળી, પરંતુ તેમને ખરાબ હારનો સામનો કરવો પડ્યો. મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલમાં પોતાનો સૌથી સફળ રન ચેઝ કરીને ઈતિહાસ રચી દીધો છે.
ફિન એલને ડેબ્યુ કરનાર બોલર અલ્લાહ ગજનફર પર પ્રહાર કરતા 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો અને KKRનો સ્કોર 3 ઓવરમાં કોઈ પણ નુકસાન વિના 31 રન સુધી પહોંચાડી દીધો. અહીંથી હાર્દિક પંડ્યાએ ચોથી ઓવરમાં 26 રન આપી દીધા, જેના કારણે KKRનો સ્કોર 50 ને પાર કરી ગયો.

ફિન એલન 17 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો, તેના સિવાય કેમરૂન ગ્રીન 18 રન બનાવી આઉટ થયો. રહાણેએ તોફાની ફિફ્ટી ફટકારીને 9 ઓવરમાં સ્કોર 110 રન સુધી પહોંચાડ્યો હતો.
રહાણે ચમક્યો (MI vs KKR)
રહાણેએ આક્રમક અંદાજમાં બેટિંગ કરતા 40 બોલમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 67 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ અંગકૃષ રઘુવંશીનું બેટ પણ ચાલ્યું અને વધુ એક ફિફ્ટી આવી. તે 29 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો. અંતમાં રિંકુ સિંહે પોતાનો અસલી રંગ બતાવ્યો. તેણે 21 બોલમાં અણનમ 33 રન બનાવ્યા અને KKRનો સ્કોર 20 ઓવરમાં 4 વિકેટે 220 રન સુધી પહોંચાડ્યો. મુંબઈ તરફથી શાર્દુલ ઠાકુરને 3 વિકેટ મળી.
રોહિતની આવી આંધી (MI vs KKR)
જવાબી ઇનિંગમાં રમતા રોહિત શર્માએ મુંબઈને શાનદાર શરૂઆત અપાવી. તેણે રયાન રિકલ્ટન સાથે મળીને પ્રથમ 6 ઓવરમાં 80 રન બનાવ્યા. રોહિતે 23 બોલમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી અને KKRના બોલરોને દબાણમાં લાવી દીધા. રોહિતે 6 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 38 બોલમાં 78 રન ફટકાર્યા. તેની સાથે રમી રહેલા રિકલ્ટન પણ પાછળ ન રહ્યા, તેણે 8 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 43 બોલમાં 81 રન બનાવીને KKRના સપના પર પાણી ફેરવી દીધું.
સૂર્યાએ 16 અને તિલક વર્માએ 20 રનની ઇનિંગ રમી હતી. અંતમાં હાર્દિકે અણનમ 18 રન બનાવ્યા અને મુંબઈએ 5 બોલ બાકી રહેતા પોતાનો સૌથી સફળ IPL રન ચેઝ પૂર્ણ કર્યો. મુંબઈએ 14 વર્ષ પછી પોતાની ઓપનિંગ આઈપીએલ મેચ જીતી લીધી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું અને 6 વિકેટે મેચ જીતી લીધી.
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, રયાન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફેન રધરફોર્ડ, નમન ધીર, શાર્દુલ ઠાકુર, મયંક માર્કન્ડે, એએમ ગજનફર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
કોલકાતા નાઈટ રાઈડર્સ: ફિન એલન, અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરૂન ગ્રીન, અંગકૃષ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અનુકૂલ રોય, સુનિલ નરેન, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, બ્લેસિંગ મુઝારાબાની.












Click it and Unblock the Notifications
