MI vs RCB: અનુજ રાવતને લોકોએ સોશિયલ મીડિયા પર કર્યો ટ્રોલ, જાણો કારણ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પરંતુ આ મહત્વપૂર્ણ મેચમાં આરસીબીની શરૂઆત સારી રહી ન હતી અને ટીમે જલ્દી જ બે મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી.

આરસીબી સામે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈના ઝડપી બોલર જેસન બેહરનડોર્ફે કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો અને ટીમને મોટી સફળતાઓ અપાવી. મુંબઈ અને આરસીબી બંને માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Anuj Rawat

જેસન બેહરનડોર્ફે વિરાટ કોહલીને વિકેટકીપર ઈશાન કિશનના હાથે કેચ આઉટ કરાવી ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. અમ્પાયરે વિરાટ કોહલીને આઉટ ન આપ્યો. પરંતુ મુંબઈના કેપ્ટન રોહિત શર્માનો રિવ્યુ લીધા બાદ થર્ડ અમ્પાયરે કિંગ કોહલીને પેવેલિયન પરત ફરવાનું કહ્યું હતું. કોહલી આ મેચમાં મોટો સ્કોર કરી શક્યો નહોતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ યુવા બેટ્સમેન અનુજ રાવતને પ્લેઈંગ ઈલેવનમાં સતત તક આપી રહી છે. કોહલીના આઉટ થયા બાદ અનુજ રાવતને ત્રીજા નંબર પર મોકલવામાં આવ્યો હતો. પરંતુ તેણે ફરી એકવાર પોતાના પ્રદર્શનથી બધાને નિરાશ કર્યા. તેણે ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી હતી.

અનુજ રાવતના ખરાબ પ્રદર્શનને જોઈને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાહકો ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા છે. આઉટ થતાની સાથે જ અનુજ રાવતે ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. લોકોએ તેના વિશે ફની મીમ્સ શેર કરી છે. અનુજ રાવતનો શોટ જોઈને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X