MI vs RCB: આમને-સામને થશે કોહલી અને શર્મા, આ રહી ડ્રીમ ઈલેવન ટીમ
MI vs RCB: આમને-સામને થશે કોહલી અને શર્મા, આ રહી ડ્રીમ ઈલેવન ટીમ
આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના મુકાબલાથી આઈપીએલ 2021નો શંખનાદ થઈ રહ્યો છે. આ મુકાબલો ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ડિફેંડિંગ ચેમ્પિયન મુંબઈની ટીમને રોહિત શર્મા લીડ કરી રહ્યા છે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કમાન વિરાટ કોહલીના હાથોમાં હશે. રોહિત શર્મા એન્ડ કંપની આઈપીએલની આ સીઝનને જીતી ખિતાબી હેટ્રિક લગાવવાના પ્રબળ દાવેદાર છે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પણ પોતાની ટીમમાં કેટલાક બદલાવ કર્યા છે અને તેમની પાસે ગ્લેન મેક્સવેલ જેવો ખેલાડી બેટિંગ કરવા માટે હાજર છે જ્યારે એબી ડી વિલિયર્સ અને ખુદ વિરાટ કોહલી ટીમીની બેટિંગમાં મહત્વની ભૂમિકા નિભાવશે.

ટીમ ન્યૂઝ- મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સ માટે મહત્વની વાત છે કે આરસીબી વિરુદ્ધ મુકાબલા પહેલાં તેના તમામ ખેલાી કોવિડ 19 નેગેટિવ મળી આવ્યા છે. એવામાં તેમની પાસે પૂરી તાકાત સાથે ઉતરવાની છૂટ હશે. જો કે ક્વિંટન ડી કોક આ મેચનો ભાગ નહિ બને કેમ કે તે દક્ષિણ આફ્રીકા અને પાકિસ્તાન વચ્ચે વનડે સિરીઝનો ભાગ હતો અને તેણે અનિવાર્ય ક્વોરેન્ટાઈન પીરિયડમાંથી પસાર થવું પડશે. જો કે મુંબઈ પાસે રોહિત શર્મા અને ક્રિસ લીનની જોડી ઓપનિંગ કરે તેવો વિકલ્પ છે. આ મુકાબલામાં જસપ્રીત બુમરાહ પર પણ નજર રહેશે જેમ જેમણે હાલમાં જ લગ્ન કર્યાં અને સફેદ બોલથી બ્રેક લીધી હતી.

ટીમ ન્યૂઝ- બેંગ્લોર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો તેમના બે ખેલાડી કોવિડ 19 પોઝિટિવ હતા, જેમાં ઓપનિંગ બેટ્સમેન દેવદત્ત પડિક્કલ હતા જેમનો લેટેસ્ટ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ તે ક્વોરેન્ટાઈન પીરિયડના કારણે આ મુકાબલો મિસ કરશે. તેની અનુપસ્થિતિમાં વિરાટ કોહલી મોહમ્મદ અજહરુદ્દીન સાથે ઓપનિંગ કરી શકે છે. વિરાટ કોહલી અગાઉ કહી ચૂક્યા છે કે આઈપીએલ 2021 સીઝનમાં તેઓ ઓપનર તરીકે ભૂમિકા નિભાવશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ડેનિયલ સેમ્સ પણ કોવિડ 19 પોઝિટિવ હોવાના કારણે ઉપલબ્ધ નહી હોય. આમ છતાં બેંગ્લોર પાસે એક સારી બેંચ સ્ટ્રેંથ છે.

પ્લેઈંગ ઈલેવન-
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, ક્રિસ લિન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કીરોન પોલાર્ડ, હાર્દિક પાંડ્યા, ક્રુણાલ પાંડ્યા, જિમી નીશમ, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેંટ બોલ્ટ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ વિરાટ કોહલી, મોહમ્મદ અજહરુદ્દીન, એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, પવન દેશપાંડે, ડેનિયલ ક્રિશ્ચિયન, વૉશિંગ્ટન સુંદર, કાઈલ જેમીસન, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની.

ડ્રીમ 11
રોહિત શર્મા, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ટ્રેંટ બોલ્ટ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
