Mohammed Siraj Net Worth 2025: રિક્ષાચાલકનો છોકરો 57 કરોડની સંપત્તિનો માલિક કેવી રીતે બન્યો?
ભારતના અગ્રણી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ આજે 13 માર્ચે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સિરાજની ક્રિકેટ કારકિર્દી એક પ્રેરણાદાયી વાર્તા છે, જેમાં તે પોતાની મહેનત અને સંઘર્ષ દ્વારા ઊંચાઈએ પહોંચ્યો.
ઓટો ડ્રાઈવરના પુત્રથી લઈને ભારતીય ક્રિકેટ ટીમના મહત્વપૂર્ણ સભ્ય બનવા સુધીની તેમની સફર અસાધારણ છે.
મોહમ્મદ સિરાજ તેની ઝડપી બોલિંગ અને પ્રભાવશાળી બાઉન્સર માટે પ્રખ્યાત છે. 2017 માં IPL માં તેની જોરદાર બોલિંગને કારણે તે હેડલાઇન્સમાં આવ્યો હતો.
આજે તેમની પાસે અપાર સંપત્તિ છે અને ઘણી અગ્રણી બ્રાન્ડ્સ સાથે જોડાવાની તક છે. સિરાજની કુલ સંપત્તિ આશરે રૂ. 57 કરોડ ($7 મિલિયન) છે. તેમની આવકના મુખ્ય સ્ત્રોત BCCI કરાર, IPL પગાર અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે.
કમાણીનો સ્ત્રોત:
- BCCI કરાર: સિરાજનો ગ્રેડ A માં સમાવેશ થાય છે અને દર વર્ષે તેને BCCI તરફથી 5 કરોડ રૂપિયા મળે છે.
- IPL પગાર: 2017 માં તેને 2.6 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, પરંતુ હવે તેનો પગાર અનેક ગણો વધી ગયો છે. 2025ની આઈપીએલ હરાજીમાં ગુજરાત ટાઇટન્સે તેને 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
- બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ: સિરાજને MyCircle11, Be O Man, CoinSwitchKuber, MyFitness, SG અને ThumsUp જેવી મોટી બ્રાન્ડ્સને પ્રમોટ કરવાની તક પણ મળી છે.
- મોંઘી મિલકત અને કારનો સંગ્રહ: સિરાજ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં એક આલીશાન બંગલો ધરાવે છે, જેની કિંમત લગભગ 13 કરોડ રૂપિયા છે.
- મોંઘીકારનો કાફલો:આ ઉપરાંત તેમના કાર કલેક્શનમાં રેન્જ રોવર વોગ, BMW 5 સિરીઝ, મર્સિડીઝ બેન્ઝ S-ક્લાસ અને ટોયોટા ફોર્ચ્યુનર જેવી લક્ઝરી કારનો સમાવેશ થાય છે. 2021માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી તેમણે BMW સેડાન ખરીદી હતી, અને ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તેમના શાનદાર પ્રદર્શન માટે તેમને મહિન્દ્રા થાર ભેટમાં આપી હતી.

સિરાજના શ્રેષ્ઠ બોલિંગ સ્પેલ:
- 6/15 વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (2024): દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન, સિરાજે શાનદાર બોલિંગ કરી અને 6 વિકેટ લઈને ભારતને ઐતિહાસિક જીત અપાવી.
- 6/21 શ્રીલંકા વિરુદ્ધ (2023, એશિયા કપ ફાઇનલ): સિરાજે શ્રીલંકાને 50 રનમાં આઉટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી કારણ કે ભારતે મેચ 10 વિકેટથી જીતી હતી.
- 4/17 વિ. ન્યુઝીલેન્ડ (2022, T20I): સિરાજે ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટ લઈને ટીમને શાનદાર જીત અપાવી.
- 4/21 વિ પંજાબ કિંગ્સ (2023, આઈપીએલ): સિરાજે આઈપીએલ 2023માં 21 રન આપીને 4 વિકેટ લીધી અને પોતાની ટીમને શાનદાર જીત અપાવી.
- 3/8 વિ કોલકાતા નાઈટ રાઈડર્સ (2020, આઈપીએલ): આઈપીએલ 2020 માં, સિરાજે કોલકાતાને માત્ર 84 રનમાં રોકીને આરસીબીને વિજય અપાવ્યો.
IPLમાંથી આવક:
મોહમ્મદ સિરાજે 2017 થી IPLમાંથી કુલ 27 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 2017 માં, તેને સનરાઇઝર્સ હૈદરાબાદે 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને 7 કરોડ રૂપિયામાં રિટેન કર્યો અને 2025માં ગુજરાત ટાઇટન્સે તેને 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
સિરાજનો સંઘર્ષ:
સિરાજ માટે આ સફળતા સરળ નહોતી. હૈદરાબાદના એક સાદા પરિવારમાંથી આવતા, સિરાજના પિતા ઓટો રિક્ષા ચલાવતા હતા. જોકે, આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં, સિરાજે ક્રિકેટ તરફ ઝુકાવ દર્શાવ્યો અને પોતાની મહેનતથી 2017 માં IPL માં સ્થાન મેળવ્યું. આજે તે ભારતીય ક્રિકેટના સૌથી પ્રભાવશાળી ઝડપી બોલરોમાંના એક છે.












Click it and Unblock the Notifications
