For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં IPL ખેલાડીઓ પર આતંકી હુમલો થઇ શકે છે, એલર્ટ જાહેર

આઇપીએલ સીઝન 12 રમી રહેલા ખેલાડીઓ પર આતંકી હુમલાનો ખતરો મંડાઈ રહ્યો છે. સૂત્રો અનુસાર મુંબઈમાં આતંકીઓ ખેલાડીઓ પર હોટલ, પાર્કિંગ અથવા રસ્તા પર હુમલો કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

આઇપીએલ સીઝન 12 રમી રહેલા ખેલાડીઓ પર આતંકી હુમલાનો ખતરો મંડાઈ રહ્યો છે. સૂત્રો અનુસાર મુંબઈમાં આતંકીઓ ખેલાડીઓ પર હોટલ, પાર્કિંગ અથવા રસ્તા પર હુમલો કરી શકે છે. ખબર સામે આવ્યા પછી મુંબઈ પોલીસે એલર્ટ જાહેર કર્યું છે. જયારે પોલીસની બંદોબસ્ત ટીમને એલર્ટ રહેવા અને ખેલાડીઓની સુરક્ષા વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ipl 2019

ખુફિયા સૂત્રોએ એટીએસ ઘ્વારા પકડવામાં આવેલા શંકાસ્પદ આતંકીઓની પૂછપરછમાં મળેલી જાણકારીને આધાર બનાવી છે. ખરેખરે આતંકીઓએ પુછપરછમાં જણાવ્યું કે તેમને હોટેલ ટ્રાઇડેટથી વાનખેડે સ્ટેડિયમ સુધી તપાસ કરી હતી. આ જાણકારી પછી મુંબઈ પોલીસે ખેલાડીઓ પર આતંકી હુમલાના ખતરાને ધ્યાનમાં રાખીને તેમની બસ સાથે એસ્કોર્ટ માટે માસ્કમેન કોમ્બેટ વાહનનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું. તેની સાથે સાથે ખેલાડીઓને સુરક્ષા વિના ફરવાની પણ ના પાડી દેવામાં આવી છે.

આ પણ વાંચો: IPL 2019: ધોનીની વિવાદાસ્પદ હરકત પર ચેન્નઈના કોચ ફ્લેમિંગે આપ્યું મોટું નિવેદન

હાલમાં જ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલા બાંગ્લાદેશના ખેલાડીઓ માંડ માંડ બચ્યા છે. તેમના પર ત્યારે હુમલો થયો હતો, જયારે તેઓ ક્રાઇસ્ટચર્ચની એક મસ્જિદમાં નમાજ પઢવા માટે ગયા હતા. ત્યારે એક વ્યક્તિએ અંધાધુન ફાયરિંગ કરીને ઘણા લોકોને મારી નાખ્યા. આપને જણાવી દઈએ કે બાંગ્લાદેશી ખેલાડીઓ મસ્જિદમાં દાખલ થવામાં ફક્ત 5 મિનિટ મોડા પડ્યા હતા, જેને કારણે તેમનો જીવ બચી ગયો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં ખેલાડીઓ પોતાનો જીવ બચાવીને ભાગી રહ્યા હતા. ત્યારપછી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ખેલાડી તમીમ ઇકબાલે ટવિટ કરીને લખ્યું હતું કે આખી ટીમ માંડ માંડ બચી છે, ખુબ જ ડરાવનો અનુભવ હતો.

આ પણ વાંચો: RCB એ આઇપીએલ ઇતિહાસનો સૌથી શર્મનાક રેકોર્ડ બનાવ્યો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Mumbai Police on high alert terrorist may attack on ipl players
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X