IPL 2019: ધોનીની વિવાદાસ્પદ હરકત પર ચેન્નઈના કોચ ફ્લેમિંગે આપ્યું મોટું નિવેદન
IPL 2019: ધોનીની વિવાદાસ્પદ હરકત પર ચેન્નઈના કોચ ફ્લેમિંગે આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ સીઝનની વધુ એક જીત હાંસલ કરી પ્લે-ઑફ તરફ મજબૂતી સાથે ડગલૂં વધાર્યું છે. આ અતિ રોમાંચક મુકાબલામાં મહત્વનો વળાંક અંતિમ ઓવરમાં ત્યારે જોવા મળ્યો જ્યારે ધોનીએ નો-બૉલ મામલે અંપાયરના ફેસલા પર ખરાબ રીતે વરસી પડ્યા અને મેદાન પર જ ગુસ્સે થઈ દલીલ કરવા લાગ્યા.

જો કે, ધોનીની આ તિખી વાતચીતનો અંપાયર પર કોઈ ફરક ન પડ્યો અને તેમણે બોલને યોગ્ય ગણાવી. જણાવી ધઈએ કે આ ઓવર બેન સ્ટોક્સ ફેંકી રહ્યા હતા. તેમણે ચોથી બોલ પર સેન્ટનરને એક ફુલ ટોસ બોલ ફેંકી જેને અંપાયરે નો-બૉલ ગણાવી પરંતુ સ્કવાયર લેગ પર ઉભેલ અંપાયરે ફેસલો પલટી દીધો. જ્યાંથી મેદાનમાં તે થયું જેની કોઈને અપેક્ષા પણ નહોતી. અંપાયરના આ ફેસલાથી ગુસ્સે થયેલ ચેન્નઈ સુપર કિંગ્સના કુલ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફીલ્ડમાં આવી ગયા. જણાવી દઈએ કે આ બોલ પહેલા આઉટ થઈ ધોની સીમા રેખાની બહારથી મેચ જોઈ રહ્યા હતા.
આવતાની સાથે જ ધોનીએ ગુસ્સામાં અંપાયરો સાથે વાતચીત કરવાની શરૂ કરી દીધી. આટલી ઉગ્ર રીતે ધોનીને મેદાનમાં કદાચ પહેલી વખત જોવામાં આવ્યા. આ એક એવી ચીજ હતી જેણે સૌકોઈને ચકીત કરી દાધા. આ દરમિયાન બેન્ સ્ટોક્સ સાથે પણ ધોનીએ વાત કરી. ધોની પર વ્યવહાર સાથે જોડાયેલ આચાર-સંહિતાના ભંગ કરવાના મામલે મેચ ફીના 50 ટકા દંડ પણ લગાવવામાં આવ્યો. હવે ચેન્નઈના કોચ સ્ટીફન ફ્લેમિંગે આ ઘટના વિશે મહત્વની જાણકારી આપી છે.
ફ્લેમિંગે કહ્યું કે, 'બોલરની બાજુમાં ઉભેલ અંપાયરે આ બોલને નો-બોલ આપી હતી જે બાદ કન્ફ્યૂશન પેદા થઈ ગઈ હતી કે આ નો-બોલ છે કે નહિ. ધોની આ મામલે સ્પષ્ટતા હાંસલ કરવા ગયા હતા. મેં આ જ જોયું અને આ અંગે જ મેચ બાદ તેમની સાથે ચર્ચા કરી. ખરા-ખોટા વિશે સૌકોઈ વાત કરી શકે છે જેમાં ધોની પણ સામેલ છે. ધોની જરૂર ગુસ્સે થયા હતા કેમ કે તેઓ જાણવા માંગતા હતા કે ફેસલાને પલટવામાં આવ્યો કે નહિ, અને આવ્યો તો કેમ? સામાન્ય રીતે તેઓ આવું નથી કરતા. આ એક એવી વાત છે જેના માટે તેમને લાંબા સમય સુધી સવાલો કરવામાં આવશે.'
આ પણ વાંચો- RCB એ આઇપીએલ ઇતિહાસનો સૌથી શર્મનાક રેકોર્ડ બનાવ્યો












Click it and Unblock the Notifications
