RCB એ આઇપીએલ ઇતિહાસનો સૌથી શર્મનાક રેકોર્ડ બનાવ્યો
આઇપીએલ 2019 દરમિયાન બેંગ્લોર ટીમ આ વખતે જીત માટે તરસી રહી છે. એક પછી એક શર્મનાક રેકોર્ડ આ ટીમના નામે નોંધાઈ રહ્યો છે.
આઇપીએલ 2019 દરમિયાન બેંગ્લોર ટીમ આ વખતે જીત માટે તરસી રહી છે. એક પછી એક શર્મનાક રેકોર્ડ આ ટીમના નામે નોંધાઈ રહ્યો છે. 7 એપ્રિલે પણ બેંગ્લોર 4 વિકેટે દિલ્હીથી હારી ગયું છે. બેંગ્લોરે આ મેચમાં પહેલા બેટિંગ કરતા 149 રન બનાવ્યા હતા, તેના જવાબમાં દિલ્હીએ આ ટાર્ગેટ ફક્ત 6 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી. આ બેંગ્લોરની આ સીઝનની સતત છઠ્ઠી હાર છે.
આ પણ વાંચો: IPL 2019: વિકેટમાં બોલ લાગી છતાં આઉટ ન થયો ધોની, જુઓ વીડિયો

સતત સૌથી વધારે મેચ હારવાનો રેકોર્ડ
આ હારની સાથે જ બેંગ્લોર આઈપીએલના સૌથી શર્મનાક રેકોર્ડ સુધી પહોંચી ગયું છે. આઈપીએલમાં કોઈ પણ ટીમના શરૂઆતમાં સૌથી વધારે મેચ હારવાનો રેકોર્ડ બેંગ્લોરના નામે સંયુક્ત રીતે નોંધાયો છે. સીઝનમાં સૌથી વધારે શરૂઆતી મેચ હરવામાં બેંગ્લોર અને દિલ્હી એક સાથે ટોપ પર છે. દિલ્હી આ પહેલા વર્ષ 2013 દરમિયાન સતત 6 મેચ હારી હતી. જેનો મતલબ છે કે બેંગ્લોરની ટીમ વધુ એક મેચ હારવાની સાથે જ શરૂઆતમાં સૌથી વધારે મેચ હારનારી ટીમ બની જશે.

બેંગ્લોરનો વધુ એક શર્મનાક રેકોર્ડ
તેની સાથે વધુ એક શર્મનાક રેકોર્ડ આરસીબી નામે નોંધાયો છે. આ ટીમ 19 મેં 2018 થી 7 એપ્રિલ 2019 સુધી સતત સાત મેચ હાર્યા છે, જે આરસીબી માટે આઈપીએલમાં હારવામાં આવેલી સૌથી વધારે મેચ છે. આ પહેલા બેંગ્લોરે 5 મેં 2008 થી 19 મેં 2008 વચ્ચે સતત 6 મેચ હાર્યા હતા. હવે આ રેકોર્ડ પણ તૂટી ગયો છે.

સમ્માન મેળવવા માટે બેંગ્લોરે ચમત્કારિક પ્રદર્શન કરવું પડશે
ધીરે ધીરે બેંગ્લોરની પ્લે ઓફમાં જવાની આશા તૂટી રહી છે. હવે કોઈ ચમત્કારિક પ્રદર્શન જ ટીમનું ગુમાવેલું સમ્માન પાછું લાવશે.












Click it and Unblock the Notifications
