For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2019: વિકેટમાં બોલ લાગી છતાં આઉટ ન થયો ધોની, જુઓ વીડિયો

IPL 2019: વિકેટમાં બોલ લાગી છતાં આઉટ ન થયો ધોની, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કિસ્મત હંમેશા તેનો સાથ આપતી આવી છે. આ કારણે જ ટીમે પોતાની કપ્તાનીમાં કેટલીય હારતાં મેચ પોતાના તરફ કરી લીધી છે. જેનું વધુ એક ઉદાહરણ આઈપીએલ ટૂર્નામેન્ટની 12મી સિઝનમાં જોવા મળ્યું જ્યારે ધોની વિકેટમાં બોલ લાગી છતાં આઉટ ન થયો. આ જોઈ રાજસ્થાન રોયલ્સના બધા ખેલાડીઓ દંગ રહી ગયા કે આખરે બોલ વિકેટ પર લાગી હોવા છતાં સ્ટમ્પ પરની ગિલ્લી કેમ ન પડી.

ipl 12

જણાવી દઈએ કે રવિવારે ચિદમ્બરમ સ્ટેડિયમમાં થયેલ મુકાબલામાં ચેન્નઈ જ્યારે 28 રન પર રમી રહ્યું હતું તો ધોનીને જબરદસ્ત જીવનદાન મળ્યું. રાજસ્થાનના તેજ બોલર જોફ્રા આર્ચર ચોથી ઓવર ફેંકવા આવ્યા. આર્ચરે ઓવરની ચોથી બોલમાં ધોનીને કન્ફ્યૂઝ કર્યા, ધોનીએ શોર્ટ બોલને રક્ષાત્મક રીતે રમવાની કોશિશ કરી પરંતુ બોલ બેટને અડી સ્ટમ્પમાં અથડાઈ. આર્ચરને પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ શું થયું. પરંતુ આ ભારે આશ્ચર્યજનક હતું કે ગિલ્લીઓ ન પડી અને ધોનીનું જીવનદાન મળી ગયું. ધોની ત્યારે ઝીરો રનમાં રમી રહ્યા હતા, પરંતુ બાદમાં તેમણે નાબાદ 75 રન બનાવ્યા. આ આઈપીએલમાં ધોનીની 21મી ફિફ્ટી હતી.

ધોનીના જીવનદાને અપાવી જીત

બાદમાં ધોનીના જીવનદાને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. એક સમયે ચેન્નઈ ત્રણ વિકેટ ગુમાવી ચૂક્યું હતું, પરંતુ ધોનીએ જેમ-તેમ કરી ટીમનો સ્કોર 175 રન સુધી પહોંચાડ્યો. જવાબમાં ચેન્ઈના બેલર્સે સારી શરૂઆત કરતાં રાજસ્થઆનની 14 રનો પર જ 3 વિકેટ ખેડવી લીધી. જોતજોતામાં રાજસ્થાન 8 વિકેટ ગુમાવી 167 રન જ બનાવી શક્યું અને ચેન્નઈ 8 વિકેટે મેચ જીતી ગયું. ચેન્નઈની આ સતત ત્રીજી જીત રહી. જ્યારે રાજસ્થાનની આ ત્રણ મેચમાં સતત ત્રીજી હાર છે.

આ પણ વાંચો- MI vs KXIP: પંજાબે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2019: dhoni not out despite being bowled in the wicket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X