MI vs KXIP: પંજાબે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો
MI vs KXIP: પંજાબે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો
ઈન્ડિયન પ્રિમિયર લિગની 12મી સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આઈપીએલ 2019ની આજે 9મી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેદાન-એ-જંગ ખેલાશે. કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ બંને આ મેચ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી દેશે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં બંને ટીમ 2-2 મુકાબલા રમી ચૂકી છે અને બંનેને એક મેચમાં જીત તો બીજીમાં હાનો સામનો કરવો પડ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમાઈ હતી. જો કે આ મુકાબલામાં દિલ્હી 37 રને જીત્યું હતું. મુંબઈનો બીજો મુકાબલો 28મી માર્ચે બેંગ્લોર સામે થયો હતો. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ 6 રને જીત્યું હતું. જો પંજાબની વાત કરીએ તો કિંગ્સ ઈલેવન પંજાબનો પહેલો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થયો હતો. પહેલા મુકાબલામાં પંજાબે રાજસ્થાનને 14 રને હરાવ્યું હતું. જ્યારે બીજો મુકાબલો કોલકાતા સામે થયો હતો જ્યાં પંજાબ સામે કોલકાતા 28 રને જીત્યું હતું. આજે હવે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ વચ્ચે ખરાખરીનો ખેલ છે. પંજાબે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
પ્લેઈંગ ઈલેવન- પંજાબ
લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, મયંગ અગ્રવાલ, સર્ફરાઝ ખાન, ડેવિડ મિલર, મંદિપ સિંહ, હર્દુસ વિજોઈન, રવિચંદ્રન અશ્વિન, મુર્ગન અશ્વિન, મોહમ્મદ સામી, એન્ડ્રૂ ટાઈ,
પ્લેઈંગ ઈલેવન- મુંબઈ
ક્વિન્ટન ડિકોક, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, યુવરાજ સિંહ, કિરણ પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, મિશેલ મેક્લેંઘન, મયંક માર્કંડે, જસપ્રિત બુમરાહ, લસીથ મલિંગા.
આ પણ વાંચો- ક્રિસ ગેલના ડાંસે ઉડાવ્યા બધાના હોશ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ












Click it and Unblock the Notifications
