For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2019: શુબમન ગિલના પિતા માટે શાહરૂખ ખાને કર્યુ મઝાનું ટ્વીટ

શુબમનના દાવથી તેનો પરિવાર તો ખુશીથી ઝુમ્યો અને ટીમના માલિક શાહરુખ ખાન પણ ખુશ થયા અને તેમણે તેના પિતા લખવિંદર ગિલ માટે એક મઝાનું ટ્વિટ કર્યુ.

|
Google Oneindia Gujarati News

IPLનો ખિતાબ 2 વાર જીતી ચૂકેલ કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે આ વખતની સિઝનમાં પણ રોમાંચક થતો જઈ રહ્યો છે. ટીમે શુક્રવારે મહત્વના મુકાબલામાં કિંગ્ઝ ઈલેવન પંજાબને હરાવીને 13 મેચોમાં 12 પોઈન્ટ મેળવી લીધા છે. તેને પ્લેઓફમાં પહોંચાડવા માટે છેલ્લી મેચમાં મોટી જીત મેળવવી પડશે. મેચમાં હીરો સાબિત થયેલા બેટ્સમેન શુબમન ગિલ જેણે અંત સુધી બેટિંગ કરીને ટીમને જીત અપાવી. શુબમનના દાવથી તેનો પરિવાર તો ખુશીથી ઝુમ્યો અને ટીમના માલિક શાહરુખ ખાન પણ ખુશ થયા અને તેમણે તેના પિતા લખવિંદર ગિલ માટે એક મઝાનું ટ્વિટ કર્યુ.

shahrukh khan

શુબમને 49 બોલમાં અણનમ 65 રન કર્યા જેમાં 5 ચોગ્ગા અને 2 છક્કા શામેલ છે. આ તેની આ સિઝનની અડધી સદી છે. શુબમને જેવી અડધી સદી પૂરી કરી તો તેના પપ્પા ડક આઉટની તરફ અચાનક ભાંગડા કરતા જોવા મળ્યા. વળી તેની મા તાળીઓ વગાડવા લાગી. જીત બાદ શાહરૂખ પણ તેના પપ્પાના ડાંસથી ઈમ્પ્રેસ થયા. તેમણે ટ્વીટ કરે બધા ખેલાડીઓને આના અભિનંદન આપ્યા અને સાથે લખ્યુ, 'આજની રાત પપ્પાની છે. પપ્પા અને પરિવાર માટે 3 ચીયર્સ.'

તમને જણાવી દઈએ કે પંજાબની ટીમે મેચ પહેલા બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા. સેમ કુરેને અણનમ 55 અને નિકોલસે પૂરને 48 રનનો દાવ રમ્યો. જવાબમાં કોલકત્તાને ક્રિસ લિન અને શુબમન રૂપે સારી શરૂઆત મળી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 62 રનની ભાગીદારી થઈ. ક્રિસ લિને 22 બોલમાં 46 રન બનાવીને આઉટ થઈ ગયા પરંતુ શુબમન ટકી રહ્યા. ત્યારબાદ રોબિન ઉથપ્પા 22 રન અને આંદ્રે રસેલ 24 રન બનાવીને આઉટ થયા પરંતુ શુબનમ ગિલ ન થમ્યા. કોલકત્તાની 13 મેચોના 12 પોઈન્ટ છે. જો તે પોતાની છેલ્લી મેચ જીતી જાય તો પ્લેઓફમાં પહોંચી શકે છે.

આ પણ વાંચોઃ જાનલેવા વિપત્તિથી બચવાની રીતો ઓડિશા પાસેથી શીખે અમીર દેશઃ અમેરિકી મીડિયાઆ પણ વાંચોઃ જાનલેવા વિપત્તિથી બચવાની રીતો ઓડિશા પાસેથી શીખે અમીર દેશઃ અમેરિકી મીડિયા

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
shahrukh khan special tweet for shubman gill father after beat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X