IPL 2019ના પ્લે ઑફને લઈ જંગઃ બે સ્લૉટ માટે ટકરાશે 4 ટીમ
IPL 2019ના પ્લે ઑફને લઈ જંગઃ બે સ્લૉટ માટે ટકરાશે 4 ટીમ
નવી દિલ્હીઃ આઈપીએલની દરેક સિઝનમાં લીગ મેચનો અંત આવતાં આવતાં પ્લેઑફની જંગ રોમાંચક થતી જાય છે. આ સિઝનમાં પણ પ્લેઑફમાં પહોંચવા માટે ટીમના પ્રદર્શનની સાથે જ નંબર ગેમનું તિકડમ શરૂ થઈ ગયું છે. હજુ સુધીમાં માત્ર બે ટીમને સત્તાવાર રીતે પ્લેઑફની ટિકિટ મળી છે. આ ટીમ છે ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ. આ બંને ટીમે અત્યાર સુધીમાં 13-13 મેચ રમી છે જેમાંથી ચેન્નઈ 18 અંક સાથે પહેલા નંબરે તો દિલ્હી 16 નંબર સાથે બીજા નંબરે છે.

મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ
હાલ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ ક્રમશઃ 14 અને 12 અંકો સાથે ત્રીજા અને ચોથા નંબર પર છે. મજેદાર વાત એ છે કે 2જી મેના રોજ આ બંને ટીમ વચ્ચે મુકાબલો થનાર છે. રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ આ મેચમાં જીત હાંસલ કરતા જ પ્લેઑફમાં પહોંચી જશે. વધુ એક જીત મુંબઈ ઈન્ડિયન્સને 13 મેચમાં 16 અંક અપાવી દેશે. જ્યારે ટૂર્નામેન્ટમાં આ સમયે બાકી તમામ ટીમો માટે એક કે બે મેચ રમવાના છે. જો મુંબઈ જીતે છે તો આ સમયે એકેય ટીમ એવી સ્થિતિમાં નથી જે તમામ લીગ મેચમાં 16 અંક હાંસલ કરી શકે.

કેકેઆર અને કિંગ્સ ઈલેવન પંજાબ
જો સનરાઈઝર્સ હૈદરાબાદને જીત મળે છે તો રાજસ્થાન રૉયલ્સનું પત્તું સાફ થઈ જશે. રાજસ્થાનની 13 મેચમાં 11 જ અંક છે અને જો તેઓ પોતાની બાકી મેચ જીતી જાય છે તો તેમની પાસે 13 અંક હશે. જ્યારે હૈદરાબાદ આ મેચ જીતી જાય તો તેમની પાસે 14 અંક થઈ જશે. આ ઉપરાંત 3 મેના રોજ કેકેઆર અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેચ રમાશે, જેમાં હારનાર ટીમ પણ બહાર થઈ જશે. કેમ કે જે ટીમ હારશે તેમના 13 મેચમાં 10 જ પોઈન્ટ રહેશે.

પ્લેઑફ રાઉન્ડમાં શું હોય છે
જણાવી દઈએ કે આઈપીએલની આઠ ટીમ પ્લેઑફ માટે પહોંચે છે. અહીં ત્રણ મેચ રમાય છે જેમાં લીગ તબક્કાની ટૉપ 2 ટીમ વચ્ચે પહેલો ક્વૉલીફાયર મેચ થાય છે. આ મેચ વિજેતાની સીધી જ ફાઈનલની એન્ટ્રી મળી જાય ચે. જ્યારે હારનાર ટીમને પ્લેઑફ રાઉન્ડમાં જ રમવાનો વધુ એક મોકો મળે છે. જ્યારે લીગ સ્ટેજની નંબર ત્રણ અને નંબર ચાર ટીમે એલિમિનેટર મેચ રમવાની હોય ચે જેમાં હારનાર ટીમ ટૂર્નામેન્ટમાંથી સીધી બહાર થઈ જાય છે અને જીતનાર ટીમ ક્વૉલિફાયર વનમાં હારના ટીમ સાથે રમે છે.












Click it and Unblock the Notifications
