IPL 2019: જાધવને ટુવાલ આપવા પર ધોનીએ રૈનાને કહી એવી વાત, વીડિયો વાયરલ

IPL 2019: જાધવને ટુવાલ આપવા પર ધોનીએ રૈનાને કહી એવી વાત...

નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે આઈપીએલની 12મી સીઝનમાં ધમાકેદાર શરૂઆત કરતા પોતાના બંને મુકાબલામાં શાનદાર જીત નોંધાવી છે. ચેન્નઈએ ફિરોઝશાહ કોટલામાં દિલ્હીને હરાવ્યા બાદ ભારે જશ્ન મનાવ્યું. પરંતુ આ જશ્ન માત્ર જીતનું નહોતું બલકે તેમાં કેદાર જાધવના જન્મદિવસની મજા પણ મળી હતી.

chennai super kings

આ કેદારનો 34મો જન્મદિવસ હતો. મહારાષ્ટ્રના આ બેટ્સમેને પોતાની ટીમ માટે નિચલા મધ્યક્રમમાં ઉપયોગી બેટિંગ કરતા સારું એવું યોગદાન આપ્યું હતું. એવામાં જીત અને જન્મદિવસ બંનેનું મિશ્રિત જશ્ન શાનદાર બની ગયું. જાધવનો જન્મદિવસ મંગળવારે 26મી માર્ચે સેલિબ્રેટ કરવામાં આવ્યો. જેના માટે કેક કટિંગ પાર્ટીનો ઈંતેજામ કરવામાં આવ્યો. આ દરમિયાન જાધવના મોઢા પર કેક લગાવતાં સાથિઓને પણ જોવામાં આવ્યા અને તેની સાથે તસવીરો પણ ખેંચવામાં આવી.

આ બધાની વચ્ચે ચેન્નઈના કેપ્ટન એટલે કે કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની પણ ફુલ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન ધોનીએ પોતાના જૂના સાથી અને ચેન્નઈના સૌથી જૂના ખેલાડીઓમાં સામેલ સુરેશ રૈનાને 'હરામી લૌંડા' પણ કહ્યો. આ બધું મજાક મસ્તીમાં ચાલતું રહ્યું અને ધોની સહિતના બધા જ ખેલાડીઓએ ભારે ધૂમ મચાવી. આ કાર્યક્રમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો.

આ પણ વાંચો- IPL 2019: અશ્વિનની 'ગંદી હરકત' પર શેન વોર્નને આવ્યો ગુસ્સો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X