Net Worth : કેટલી સંપતિની માલકિન છે સૌરવ ગાંગુલીની લાડલી દિકરી? જાણો સારા તેંડુલકરથી કેટલી અમીર છે?
Sana Ganguly And Sara Tendulkar : ભારતીય ક્રિકેટને નવા મુકામ સુધી પહોંચાડનારા ક્રિકેટકોમાં સામેલ સૌરવ ગાંગુલી પણ એક દિકરીના પિતા છે.
સચિન તેંડુલકરની લાડલી દિકરી સારાની જેમ જ સૌરવ ગાંગુલીની દિકરી સના ગાંગુલી જવાન થઈ ગઈ છે અને પોતાના દમ પર જાણીતી બની છે.

સચિન તેંડુલકરની લાડલી દિકરી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે અને તેણે મોડલિંગમાં ઝંપલાવ્યું છે. સારાના Instagram પર લાખો ફોલોઅર્સ છે અને ઘણી બ્રાન્ડ સાથે કામ કરે છે.
સારાએ યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેણીએ જાણીતા ડિઝાઇનરો સાથે કોલેબ કર્યુ છે અને વિશ્વભરની પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે. સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરની નેટવર્થ લગભગ 1 કરોડ રૂપિયા છે.
સૌરવ ગાંગુલીની દીકરી સના ગાંગુલીની વાત કરીએ તો તેણી સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે અને તે એક ઈન્ફ્લૂએન્સર તરીકે પણ કામ કરે છે. સનાની લાઈફસ્ટાઈલ ગ્લેમરસ છે.
સના ગાંગુલીએ યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેણીએ કોલકાતાની લોરેટો હાઉસ સ્કૂલમાંથી શિક્ષણની શરૂઆત કરી હતી. સનાએ યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનથી અર્થશાસ્ત્રમાં ડિગ્રી પૂર્ણ કરી છે. તેણીએ HSBC, KPMG, Goldman Sachs, Barclays અને ICICI જેવી ટોચની કંપનીઓમાં કામ કર્યું છે.
સના ગાંગુલીએ PwC સાથે ઇન્ટર્નશિપ શરૂ કરી છે, અહીં ઇન્ટર્ન માટે સેલરી પેકેજ પ્રતિ વર્ષ 30 લાખ રૂપિયા છે. તેણીએ ડેલોઈટમાં પણ કામ કર્યું છે જ્યાં ઈન્ટર્નશિપ પેકેજ વાર્ષિક 5 લાખથી 12 લાખ સુધીની હોય છે. હાલ સના ગાંગુલીની નેટવર્થને લઈને કોઈ નક્કર માહિતી નથી.
માત્ર આંકડાઓ પર નજર કરીએ તો સારા તેંડુલકર પાસે વધુ નેટવર્થ હોઈ શકે છે, સચિન તેંડુલકર પાસે ઘણી મોટી નેટવર્થ છે. પરંતુ એ કહેવું મુશ્કેલ છે કે સના ગાંગુલી પાસે ઓછી સંપત્તિ છે, કારણ કે સૌરવ ગાંગુલી પણ ખૂબ જ અમીર છે અને તેની પુત્રી સના પણ શાનદાર જીવન જીવી રહી છે.












Click it and Unblock the Notifications
