For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 World Cup 2022 : નેધરલેન્ડ 13 રને જીત્યુ, પાકિસ્તાન-બાગ્લાદેશ પાસે સેમીફાઇનલમાં પહોંચવાની તક

T20 World Cup 2022 : બ્રેન્ડન ગ્લોવર, કોલિન એન્કરનમેન અને બાસ ડી લીડેની શાનદાર બોલિંગના જોર પર રવિવારના રોજ એડિલેડમાં રમાયેલી આઇસીસી વર્લ્ડ કપ 2022 ના સુપર 12 રાઉન્ડ ગૃપની મેચમાં મોટો અપસેટ સર્જાયો હતો.

|
Google Oneindia Gujarati News

T20 World Cup 2022 : બ્રેન્ડન ગ્લોવર, કોલિન એન્કરનમેન અને બાસ ડી લીડેની શાનદાર બોલિંગના જોર પર રવિવારના રોજ એડિલેડમાં રમાયેલી આઇસીસી વર્લ્ડ કપ 2022 ના સુપર 12 રાઉન્ડ ગૃપની મેચમાં મોટો અપસેટ સર્જાયો હતો. જેમાં નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને 13 રને હરાવ્યું હતું. આ હાર સાથે સાઉથ આફ્રિકા સેમી ફાઇનલની રેસ માથી બહાર થઇ ગઇ છે. આ સાથે ભારતની સેમી ફાઇનલમાં એન્ટ્રી થઇ ગઇ છે. હવે બાગ્લાદેશ અને પાકિસ્તાન પાસે પણ સેમી ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત છે.

T20 World Cup 2022

આ જીત સાથે જ પહેલાથી જ બહાર થઈ ગયેલી નેધરલેન્ડની ટીમે મજબૂત દક્ષિણ આફ્રિકાને પણ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધી હતી. આ સાથે જ ભારતીય ટીમ 6 પોઈન્ટ સાથે સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચ જે ટીમ જીતશે, ટીમ ગૃપ 2 માંથી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.

રન ચેઝ કરી રહેવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમને 21 રનના કુલ સ્કોર પર પહેલી વિકેટ પડી હતી. ત્યાર બાદ ટૂંકા અંતરમાં વિકેટ્સ પડતી રહી હતી. જેના કારણે સાઉથ આફ્રિકાની ટીમ 8 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 145 રન બનાવી જ શકી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી રિલે રુસોએ સૌથી વધુ 25 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય હેનરિક ક્લાસે 21 રન અને ટેમ્બા બાવુમાએ 20 રન બનાવ્યા હતા.

નેધરલેન્ડે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. સ્ટેફન મેબર્ગ અને મેક્સ ઓ'ડાઉડે પ્રથમ વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. જે બાદ બેટ્સમેનો વચ્ચે શોર્ટ પાર્ટનરશીપ થઈ હતી.

નેધરલેન્ડ તરફથી કોલિન એકરમેને 41 રન બનાવ્યા હતા. તેણે 26 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ રહીને 41 રન ફટકારી પેવેલિયન પરત ફર્યો હતો. આ સિવાય સ્ટેફન માઈબર્ગે 30 બોલમાં 37 રન, ટોમ કૂપરે 19 બોલમાં 35 રન અને ઓડાઉદે 31 બોલમાં 29 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી કેશવ મહારાજે બે, એનરિક નોરખિયા અને એડન માર્કરામે એક-એક વિકેટ લીધી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Netherlands win by 13 runs, Pakistan-Bangladesh have chance to reach semi-finals in T20 World Cup 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X