IND VS NEZ: ઘરઆંગણે ભારતને મળી શર્મનાક હાર, ન્યૂઝીલેન્ડે 3-0થી જીતી સીરીઝ

IND VS NEZ: મુંબઈના વાનખેડા ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે મુંબઈ ટેસ્ટમાં ભારતને 25 રને હરાવીને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 3-0થી જીતી લીધી છે. ન્યુઝીલેન્ડ ભારતમાં ભારતને 3-0થી હરાવનાર પ્રથમ ટીમ બની છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચનું પરિણામ ત્રીજા દિવસના બીજા સેશનમાં આવ્યું. ઘરઆંગણે ભારત માટે આ એક મોટો આંચકો હતો, કારણ કે ભારતે 3 કે તેથી વધુ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હોય તેવું પ્રથમ વખત બન્યું હતું. અગાઉ બ્લેકકેપ્સે બેંગલુરુ અને પુણેમાં અનુક્રમે 8 વિકેટ અને 113 રનથી ટેસ્ટ મેચ જીતી હતી.

ન્યુઝીલેન્ડ માટે એજાઝ પટેલે શાનદાર પ્રદર્શન કર્યું અને બંને ઇનિંગ્સમાં 11 વિકેટ લીધી. નોંધનીય છે કે, આ જ વાનખેડે સ્ટેડિયમમાં તેણે એક ઈનિંગમાં 10 વિકેટ પણ લીધી હતી. આ જીત ન્યુઝીલેન્ડ માટે એક ઐતિહાસિક ક્ષણ છે, અને ભારતીય ટીમ માટે સુધારાની જરૂરિયાતનો સંકેત પણ છે.

INDIA VS NEZ

ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ભારતને ઘરઆંગણે ત્રણ મેચની શ્રેણીમાં વ્હાઈટવોશ થવું પડ્યું હોય. 147 રનનો પીછો કરતા ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે તેણે સતત વિકેટ ગુમાવી હતી. માત્ર ઋષભ પંતે 64 રન બનાવીને ભારતની આશા જીવંત રાખી હતી.

25 રનથી હારી ગયુ ભારત
જોકે પંત પણ ઈજાઝનો શિકાર બન્યો હતો અને આઉટ થયો હતો. ભારત આ મેચ 25 રનથી હારી ગયું હતું. ન્યુઝીલેન્ડ માટે એજાઝ પટેલ સ્ટાર બોલર હતો કારણ કે તેણે કુલ 11 વિકેટ (5 અને 6) લીધી હતી. તેના સિવાય ગ્લેન ફિલિપ્સે પણ ત્રણ વિકેટ ઝડપી હતી. આ પહેલા રવિન્દ્ર જાડેજાએ ભારત માટે પોતાની 10 વિકેટ પૂરી કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X