કોહલી સહીત આ ત્રણ ખેલાડીઓને આરામ આપવાની તૈયારીમાં BCCI

Posted By:
Subscribe to Oneindia News

ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ત્રિકોણીય સિરીઝ રમાશે 6 માર્ચે આ સિરીઝની પહેલી મેચ રમવામાં આવશે. ભારતીય ટીમ હજુ પણ દક્ષિણ આફ્રિકા સિરીઝના પ્રવાસે છે. આ પ્રવાસ પછી ભારતીય ટીમ શ્રીલંકામાં નિદહાસ ટ્રોફી રમશે. ટુર્નામેન્ટની બધી જ મેચો કોલંબોના આર પ્રેમદાસ સ્ટેડિયમમાં રમાશે.

nidahas trophy 2018

પરંતુ ભારતીય ફેન્સ માટે ખરાબ સમાચાર છે. ખબર અનુસાર વિરાટ કોહલી ના સંભવિત આરામની મંગળી બીસીસીઆઈ સ્વીકારી શકે છે ખુબ જ જલ્દી સિલેક્ટર ટી20 ત્રિકોણીય સિરીઝ માટે ટીમ ઇન્ડિયા ટીમ વિશે એલાન કરશે ખબર અનુસાર બોર્ડ ત્રણ મુખ્ય ખેલાડી ને આરામ આપી શકે છે કહેવામાં આવી રહ્યું છે કે ખેલાડીઓ નું વર્ક લોડ ઓછું કરવા માટે તેમને આરામ આપવામાં આવી રહ્યો છે પરંતુ તેની પાછળ એક ખાસ કારણ છે.

આપણે જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સેન્ચુરીયન માં રમાયેલી ટી20 મેચ પછી બીસીસીઆઈ ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જો કેપ્ટન વિરાટ કોહલી આરામ ઈચ્છે છે તો બોર્ડને તેમાં કોઈ જ વાંધો નથી. મીડિયા રિપોર્ટ અનુસાર આ સિરીઝમાં વિરાટ કોહલી સાથે સાથે જસપ્રીત બુમરાહ અને ભુવેશ્વર કુમારને પણ આરામ મળી શકે છે. આરામ પાછળનું એક કારણ આઇપીએલ પણ છે. કેટલાક ખેલાડીઓ ઘ્વારા આઇપીએલ પહેલા આરામ માંગણી કરવામાં આવી હતી અને બોર્ડ ઘ્વારા તેનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો છે.

આ ખેલાડીઓને આરામ આપવાની સાથે સાથે બીસીસીઆઈ બીજા યુવા ખેલાડીઓને ચાન્સ આપી શકે છે. સિરીઝની ફાઇનલ મેચ 18 માર્ચે રમવામાં આવશે.

English summary
Nidahas Trophy 2018 virat kohli indian pacer likely miss to miss the tri series

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.