For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021ના બાકી બચેલા મેચના આયોજનને લઈ RRના માલિકે મૌન તોડ્યું

IPL 2021ના બાકી બચેલા મેચના આયોજનને લઈ RRના માલિકે મૌન તોડ્યું

|
Google Oneindia Gujarati News

રાજસ્થાન રોયલ્સના માલિક મનોજ બાદલેએ આઈપીએલના બાકી બચેલા મેચને લઈ કહ્યું કે શેડ્યૂઅલ બહુ વ્યસ્ત છે, એવામાં બાકી બચેલા મેચ કરાવવા પડકારજનક હશે. તેમણે કહ્યું કે આ વર્ષે વિશ્વકપની આસપાસ બચેલા મેચનું આયોજન કરાવવાની બહુ ઓછી સંભાવના છે. જણાવી દઈએ કે કોરોનાને પગલે બીસીસીઆઈ અને આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે આઈપીએલને અધવચ્ચે જ સસ્પેન્ડ કરી દીધો હતો. જેવી રીતે કેટલીય ટીમમાં ખેલાડીઓ અને અન્ય સપોર્ટ સ્ટાફ સંક્રમિત મળી આવ્યા તેના કારણે બીસીસીઆઈએ મજબૂરીમાં આ નિર્ણય લેવો પડ્યો. આઈપીએલના સુરક્ષિત બાયો બબલમાં કેકેઆરના વરુણ ચક્રવર્તી, સંદીપ વૉરિયર, સનરાઈઝર્સ હૈદરાબાદના રિદ્ધિમાન સહા, દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રા કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.

IPL 2021

રાજસ્થાન રોયલ્સના માલિકનું કહેવું છે કે આ વર્ષે કેલેન્ડરમાં બાકી બચેલા મેચના આયોજન માટે સમય તલાશવો મુશ્કેલ પડકાર છે. ખેલાડીઓ પહેલેથી જ બહુ મેચ રમી રહ્યા છે. કેલેન્ડર સંપૂર્ણપણે પેક છે, ખાસ કરીને આ વર્ષે કોવિડ બાદ દુનિયાભરના ક્રિકેટ બોર્ડ કોશિશ કરી રહ્યા છે કે વધુમાં વધુ ટેસ્ટ રમાય. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના ડાયરેક્ટર એશ્લે જાઈલ્સે અગાઉ જ સ્પષ્ટ કરી દીધું કે ઈંગ્લેન્ડના ખેલાડી સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં આઈપીએલના બચેલા મેચ રમવા માટે ઉપલબ્ધ નહિ રહે, ઈંગ્લેન્ડના ખેલાડી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એશેજ અને ટી20 વર્લ્ડકપમાં વ્યસ્ત રહેશે.

મનોજ બદલેએ કહ્યું કે મને ખરેખર આ બહુ મુશ્કેલજણાઈ રહ્યું છે, સપ્ટેમ્બર મહિનામાં યુકે કે પછી મિડલ ઈસ્ટમાં બાકીના મેચ થઈ શકે તેની મને બહુ ઓછી સંભાવના લાગી રહી છે, પરંતુ આ આસાન નહિ હોય. જણાવી દઈએ કે બીસીસીઆઈના અધિકારી આઈપીએલના બાકી રહેલા મેચના આયોજનને લઈ મંથન કરી રહ્યા છે. બીસીસીઆઈએ પહેલે જ સ્પષ્ટ કરી દીધું કે આઈપીએલની બચેલી મેચ ભારતમાં નહિ રમાડી શકાય. બાકી રહેલા મેચ માટે બે સ્લોટ જ ઉપલબ્ધ છે, 1 કાં તો વિશ્વકપ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં અથવા તો વિશ્વકપ બાદ નવેમ્બર મહિનાના મધ્યમાં.

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની દીકરી સના, જે બનવા માંગે છે ક્લાસિકલ ડાંસરBCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની દીકરી સના, જે બનવા માંગે છે ક્લાસિકલ ડાંસર

ઉલ્લેખનીય છે કે ચાર ઈંગ્લિશ કાઉન્ટી મિડલસેક્સ, સરે, વૉરવિકશાયર અને લંકાશાયરે આઈપીએલની બાકી મેચનું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આઈપીએલની આ સિઝનમાં હજી પણ 31 મેચ બાકી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
owner of RR broke the silence regarding the planning of the remaining matches of IPL 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X