For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PAK vs NZ: મેચ રમ્યા વિના જ ન્યૂઝીલેન્ડ ટીમે કર્યું પેકઅપ, આતંકી હુમલાની ધમકી મળતાં સિરીઝ રદ્દ

PAK vs NZ: મેચ રમ્યા વિના જ ન્યૂઝીલેન્ડ ટીમે કર્યું પેકઅપ, આતંકી હુમલાની ધમકી મળતાં સિરીઝ રદ્દ

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સતત પોતાની જમીન પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી કરાવવાની કોશિશમાં છે, પરંતુ તેના માટે આ કારનામું કરી શકવું ના બરાબર સાબિત થઈ રહ્યું છે. હાલમાં જ 18 વર્ષ બાદ પહેલીવાર પાકિસ્તાનની જમીન પર કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમવા પહોંચેલી ન્યૂઝીલેન્ડ ટીમ શુક્રવારે (17 સપ્ટેમ્બર)થી 3 મેચની વનડે સિરીઝનો પહેલો મેચ રમવાની હતી, પરંતુ કીવી ટીમને મળેલી આતંકી હુમલાની ધમકી બાદથી આ મેચ રદ્દ કરી દેવામાં આવ્યો અને પછી ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે આખી સિરીઝને અધવચ્ચે જ રદ્દ કરી પોતાના વતન જવાનો ફેસલો કર્યો.

જેને લઈ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એક પ્રેસ રિલીઝ જાહેર કરી જેમમાં તેમણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન પ્રવાસ પર પહોંચેલી કીવી ટીમે ન્યૂઝીલેન્ડ સરકાર તરફથી મળેલ સુરક્ષા એલર્ટ બાદ સિરીઝ રદ્દ કરવાનો ફેસલો લીધો છે. ઉલ્લેખનીય છે કે કીવી ટીમ શુક્રવારે સાંજે રાવલપિંડીના મેદાન પબર 3 મેચની વનડે સિરીઝનો આગાઝ કરનાર હતી જે બાદ 5 મેચની ટી20 સિરીઝ પણ રમવા માટે લાહોર જવાની હતી.

સુરક્ષાને પગલે કીવી ટીમે પ્રવાસ રદ્દ કર્યો

સુરક્ષાને પગલે કીવી ટીમે પ્રવાસ રદ્દ કર્યો

પ્રેસ રિલીઝ મુજબ ન્યૂઝીલેન્ડ સરકારે પાકિસ્તાનમાં ટીમિ પર થનાર સુરક્ષા ખતરાને જોતાં કીવી ટીમના સુરક્ષા અધિકારીઓએ પ્રવાસ રદ્દ કરવા અને ટીમને પાછી બોલાવવાનો ફેસલો લીધો છે. ટીમની વાપસી માટે ઈંતેજામ કરવામાં આવી રહ્યા છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના સીઈઓ ડેવિડ વ્હાઈટે આ મુદ્દે વાત કરતાં કહ્યું કે અમારા સુરક્ષા અધિકારીઓ તરફથી મળેલી સલાહ બાદ આ પ્રવાસ ચાલુ રાખી શકવો અસંભવ હતો.

તેમણે કહ્યું કે, 'મને સારી રીતે ખબર છે કે આ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે મોટો ઝાટકો છે જેઓ સારા મેજબાન સાબિત થયા છે, પરંતુ અમારા માટે અમારા ખેલાડીઓની સુરક્ષા સર્વોપરિ છે અને અત્યારના હાલાતમાં આ જવાબદારી ભર્યું પગલું છે.'

કોરોના નહીં, આતંકી હુમલાની ધમકી મળી હતી

કોરોના નહીં, આતંકી હુમલાની ધમકી મળી હતી

જ્યારે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ પ્લેયર્સ સંઘના સીઈઓ હીથ મિલ્સે પણ વ્હાઈટના નિવેદનનું સમર્થન કર્યું છે અને કહ્યું કે, 'અમે બધા આ સમગ્ર પ્રક્રિયાનો ભાગ બન્યા છીએ અને તેમના નિર્ણયને સંપૂર્ણપણે સમર્થન આપીએ છીએ. ખેલાડીઓની જવાબદારી યોગ્ય હાથોમાં છે અને તેઓ સુરક્ષિત છે. સૌકોઈ પોતાની શ્રેષ્ઠતા મુજબ કામ કરી રહ્યા છે.'

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સુરક્ષા ખતરા અને વાપસીના ઈંતેજામને લઈ કોઈપણ જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો છે. અગાઉ જ્યારે ટોસમાં વિલંબ થયો ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો, એ સમયે ન્યૂઝીલેન્ડ ટીમના 3 ખેલાડી કોરોના પોઝિટિવ થયા હોવાથી હોટલમાં રહેવાનું કહી મેચ રદ કરી દેવામાં આવ્યો હતો. જો કે બાદમાં રિપોર્ટ સામે આવ્યો કે કીવી ટીમના ખેલાડીઓને મોટા આતંકી હુમલાની ધમકી મળી છે જેને પગલે કીવી ક્રિકેટ બોર્ડે પ્રવાસ છોડીને પાછા ફરવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાનને લાગ્યો તગડો ઝાટકો, ઈંગ્લેન્ડ પણ ઈનકાર કરી શકે

પાકિસ્તાનને લાગ્યો તગડો ઝાટકો, ઈંગ્લેન્ડ પણ ઈનકાર કરી શકે

જણાવી દઈએ કે એક દશકાથી વધુ સમય પહેલાં શ્રીલંકાઈ ટીમ પર થયેલ આતંકી હુમલાની કિંમત આજ સુધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભોગવી રહ્યું છે, જેને પગલે પાકિસ્તાનમાં લગભગ 11 વર્ષ સુધી એકેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમાયું. જો કે પીસીબીની કોશિશો બાદ શ્રીલંકા, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે જેવી ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો અને કીવી ટીમ સિરીઝ રમવા પાકિસ્તાન પહોંચી હતી. પરંતુ મેચ રમ્યા વિના જ કીવી ટીમ પાછી ફરતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને તગડો ઝાટકો લાગ્યો છે હવે આગલા મહિને રમવા આવનાર ઈંગ્લેન્ડ ટીમ પણ સિરીઝ રમવાનો ઈનકાર કરી શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
PAK vs NZ: New Zealand team packs up without playing, series canceled due to terror threat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X